સિંધુભવન મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્સનું વેચાણ કરાશે:ભાડાપટ્ટે રાખ્યા બાદ પ્રીમિયમની રકમ ન ચૂકવી શકતા મણિધર ઈન્ફ્રાના રૂ. 8.84 કરોડ જપ્ત કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત
શહેરના સિંધુભવન રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMC મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિધર ઇન્ફ્રા. દ્વારા અંદાજે રૂ. 80 કરોડથી ભાડાપટ્ટે આપવામાં આવી હતી. જોકે મણિધર ઈન્ફ્રા. દ્વારા પ્રીમિયમની રકમ જમા કરાવી નહીં અને ચાર મહિનાનો સમય મુદ્દત વધી ગયા બાદ પણ તેના પૈસા જમા ન કરાવતા રૂ. 8.84 કરોડ જપ્ત કરવા તેમજ મલ્ટી લેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને કોઈપણ રીતે વેચાણ કરવા માટે ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પ્રીમિયમની રકમ ન ચૂકવતા કાર્યવાહી
સિંધુભવન રોડ પર આવેલ AMC મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષને મણિધર ઈન્ફ્રા. દ્વારા હરાજીથી ભાડાપટ્ટે લેવા માટે ઓફર કરી હતી. જેની પ્રીમિયમની રકમ જમા કરાવવાની હતી. જોકે આ રકમ જમા ન કરાવતા સમય મર્યાદામાં વધારો કરવાની માંગ કરતા ચાર મહિનાનો સમય શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. મુદત વધારી આપવા છતાં મણિધર ઈન્ફ્રા. દ્વારા બાકીની રકમ નહીં ચૂકવવાને કારણે રૂ.8.84 કરોડની રકમ જપ્ત કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. ભાડાપટ્ટાના તમામ ઠરાવ રદ કરી હવે વેચાણ કરાશે
AMC મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ’ હરાજીથી ભાડાપટ્ટે આપવા અંગેના તમામ ઠરાવો રદ કરીને હવે શહેરી વિકાસ, રાજ્ય સરકાર અને AMCની નવી નીતિને અનુસરીને `AMC મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ’ હવે હરાજીથી જમીન સહ બાંધકામ સાથે વેચાણથી આપવા અંગે તેમજ જો એક સાથે આખી મિલકત ન વેચાય તો કેટલાક એકમો અને ફ્લોર વેચીને કોઈપણ રીતે મલ્ટી લેવલ પાર્કિંગ ને વેચાણ કરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે
Read Original Article →