અમદાવાદ 1.66 કરોડના સોનાના દાગીના ચોરીનો કેસ:મહિલા આરોપીની નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પર આક્ષેપ કરતી અરજી કોર્ટે નકારી

Gujarat6/6/2026, 3:39:17 PM
અમદાવાદ 1.66 કરોડના સોનાના દાગીના ચોરીનો કેસ:મહિલા આરોપીની નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પર આક્ષેપ કરતી અરજી કોર્ટે નકારી
નિકોલ વિસ્તારમાં આભૂષણોની દુકાનમાંથી 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં આરોપી મહિલા સેલ્સગર્લ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના જણાવ્યા મુજબ તેની ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન થયું નથી. તેનું શોષણ કરવામાં આવ્યું છે. પોતે મહિલા હોવા છતાં મહિલા પોલીસને રાખીને તેનું ચેકિંગ કે ધરપકડ કરવામાં આવી નથી. જેથી દિલ્હીની હોટલના CCTV સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ આરોપી મહિલાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર સોનું અને 1 લાખ રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલા આરોપીની અરજી નકારી મહિલાના આક્ષેપો સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. જવાબ રજૂ થયા બાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલા આરોપીની અરજી નકારી નાખી છે. કોર્ટે નોંધ્યું છે કે, આભૂષણ શો રૂમના CCTV છે. વળી મહિલા આરોપીને બે વખત મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેને કોઈ આક્ષેપ કર્યા નથી. અત્યારે કેસની તપાસ મહત્વના તબક્કા ઉપર છે. હવે મહિલા આરોપી હાઇકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ છે. હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના સોનાના દાગીના ચોર્યા મૂળ આ કેસમાં અમદાવાદના નિકોલ પોલીસ મથકે કૃષ્ણનગરના રહેવાસી એક સોનીએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ નિકોલના એક મોલમાં આભૂષણ નામે સોના ચાંદીનો શોરૂમ ધરાવે છે. જેમાં 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી તેમના ત્યાંથી 1.2 kg જેટલા 1.66 કરોડની કિંમતના સોનાના દાગીના ચોરી ગઈ હતી. ઉદેપુર-દિલ્હીમાં હોટલમાં રોકાયા, પૈસાની જરૂર પડતા દાગીના વેચ્યા આરોપી યુવતી સોનાના દાગીના ચોરીને પોતાના પુરુષ મિત્ર મયુર માળી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પહેલા દાસ્તાન સર્કલથી બુલેટ ઉપર ગાંધીનગર ગયા હતા. ત્યાં એક ઘરેણું વેચીને પૈસા લઈને બુલેટ ઉપર ઉદેપુર ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા, બાદમાં ત્યાંથી બસમાં દિલ્હી ગયા હતા. જ્યાં પણ એક હોટલમાં રોકાયા હતા. તેઓને પૈસાની જરૂર પડતા અમુક દાગીના વેચી માર્યા હતા. માણેકચોકમાંથી મહિલાને દાગીના વેચતા ઝડપી પાડી હતી જો કે આરોપી મહિલાને પુરુષ મિત્રે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી. બાદમાં સહ આરોપી મયુર માળીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
Read Original Article →