ભાસ્કર એક્સક્લુઝિવ:નીટ રિ-ટેસ્ટનાં ગેસ પેપર 20 હજારથી 10 લાખમાં વેચવાની ટેલિગ્રામ પર જાહેરાતો, વિદ્યાર્થીઓએ ઇન્કવાયરી પણ કરી

Gujarat5/24/2026, 12:00:00 AM
મેડિકલમાં પ્રવેશ માટેની ‘નીટ’ની રિ-ટેસ્ટના ગેસ પેપર વેચવાના બહાને સાઇબર ગઠિયાઓ સોશિયલ મીડિયા પર પર એક્ટિવ થયા છે. કેટલાંક એકાઉન્ટમાં રિટેસ્ટનાં ગેસ પેપર રૂ.20 હજારથી માંડી 10 લાખ સુધીમાં વેચવાની જાહેરાતો મુકાઈ હતી. આ પહેલાં જે ગેસ પેપર ફૂટ્યું હતું, તેમાંથી પણ નીટની પરીક્ષામાં બેઠેબેઠા 120 સવાલ પુછાયા હતા. ટેલિગ્રામ પર જાહેરાત જોઈને નીટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ પેપર ખરીદવા ઇન્ક્વાયરી કરતા જ પોલીસે એકાઉન્ટધારકોની તપાસ શરૂ કરી છે. આ સાથે ટેલિગ્રામ પાસેથી પણ એકાઉન્ટધારકોની માહિતી માગી છે. હાલ તો ક્રાઇમ બ્રાંચ, સાઇબર ક્રાઇમ અને એસઓજી સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમને ટેલિગ્રામ પર આ પ્રકારની જાહેરાત મૂકનારા કેટલાક એકાઉન્ટધારકોની માહિતી મળી છે. તે માહિતી ટેલિગ્રામને મોકલીને જે તે એકાઉન્ટધારકો વિશે માહિતી મગાવવામાં આવી છે. અગાઉ પેપર લીક થતાં નીટની પરીક્ષા રદ કરાઈ હતી. આ મામલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. જ્યારે નવી પરીક્ષા 21 જૂને લેવાશે. ટેલિગ્રામ પર જાહેરાત મૂકનાર કેટલાક એકાઉન્ટધારકોની માહિતી છે: પોલીસ નીટની રિ-ટેસ્ટના ગેસ પેપર વેચવા માટે કેટલાક લોકોએ ટેલિગ્રામ પર જાહેરાત મૂકી હોવાનો ગણગણાટ વિદ્યાર્થીઓમાં હતો, જે વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવી હતી. પોલીસનું કહેવું છે કે, કેટલાક એકાઉન્ટધારકોની માહિતી મળી છે. હજુ સુધી એક પણ ભોગ બનનાર સામે આવ્યો નથી: પોલીસ પોલીસનું કહેવુ છે કે, તેમના ધ્યાન ઉપર એ વાત આવી છે કે ટેલિગ્રામ પર કેટલાક લોકોએ નીટની રિ-ટેસ્ટના ગેસ પેપર વેચવા મૂક્યાં છે, જેના આધારે ટેલિગ્રામ પર તપાસ કરતા કેટલાંક એકાઉન્ટ્સમાં આ જાહેરાત જોવા મળી હતી. જ્યારે અમુક એકાઉન્ટધારકોએ નીટની રિ-ટેસ્ટનાં ગેસ પેપર વેચવાની જાહેરાત મૂકી હતી તે બાદમાં ડિલીટ કરી દીધી હતી. આવા એકાઉન્ટધારકો વિશે માહિતી માગવામાં આવી છે. જ્યારે હજુ સુધી એક પણ ભોગ બનનાર વિદ્યાર્થી સામે આવ્યો નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે. સાઈબર ઠગોએ જાહેરાત મૂકી કરોડો રૂપિયા પડાવ્યાની આશંકા પોલીસનું કહેવું છે કે નીટની રિ-ટેસ્ટના ગેસ પેપર વેચવાના બહાને સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકી હતી, પરંતુ તે જોઈને કોઈએ પૈસા આપ્યા હોવાનું હજુ સુધી ધ્યાન પર આવ્યું નથી. જોકે આ જાહેરાત એક, બે વિદ્યાર્થીએ નહીં પરંતુ નીટની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓએ જોઈ લીધી છે. તેમાંથી કયા વિદ્યાર્થીએ કઈ જાહેરાત જોઈને કોને કેટલા પૈસા આપ્યા હશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વહેતી થયેલી આ જાહેરાતના આધારે સાઇબર ઠગોએ કરોડો રૂપિયા પડાવ્યાની આશંકા છે.
Read Original Article →