30 જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકાશે:કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીમાં 150થી વધુ રોજગારલક્ષી કોર્સ
વર્તમાન સમયની માંગને અનુરૂપ રોજગારલક્ષી અભ્યાસક્રમોનું પ્રશિક્ષણ આપતી અમદાવાદની કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીમાં ડ્રોન ટૅક્નૉલોજી, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થકેર, મૅનેજમેન્ટ-ફાઇનાન્સ, કમ્પ્યુટર સહિતના કુલ 150થી વધુ રોજગારલક્ષી કોર્સીસની 2500થી વધુ બેઠકો પર પ્રવેશ માટે 30મી જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકાશે. યુવાનોને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવવાના હેતુસર શરૂ કરાયેલી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ, અંડર ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, તેમજ પીએચડી કોર્સીસમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મહત્ત્વના કેટલાક કોર્સની વિગતો સ્કૂલ ઓફ ડ્રોન સ્કૂલ ઓફ કોમ્યુટિંગ સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રી એન્ડ અધર સર્વિસીસ: સ્કૂલ ઓફ મૅનેજમેન્ટ એન્ડ ફાઈનાન્સ પ્રવેશ પ્રક્રિયાને લગતી વિગતો :
પ્રવેશની અંતિમ તારીખ : 30મી જૂન સત્તાવાર વેબસાઈટ: kaushalyaskilluniversity.ac.in હેલ્પલાઇન નંબર: +91-6356037680 ઈમેલ આઈડી : admission@kaushalyaskilluniversity.ac.in પ્રવેશ મેરિટના આધારે અપાશે
લગભગ 150 સર્ટિફિકેટ કોર્સીસ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસમાં મેરિટના આધારે પ્રવેશ અપાશે. આ માટે યુનિવર્સિટીની વેબસાઈટનો સંપર્ક કરવો. સાથેસાથે વિદ્યાર્થી યુનિવર્સિટીમાં વ્યક્તિગત પણ સંપર્ક કરી શકે છે.’ > ડૉ. શિવકાન્ત શુક્લા, કન્ટ્રોલર ઓફ એડમિશન કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી
Read Original Article →