વધુ એક મોંઘવારીનો માર, અદાણી CNGના ભાવમાં રૂ.2.25નો વધારો:પ્રતિ કિલો ભાવ હવે 86.02 રૂપિયાએ પહોંચ્યો, ભાવ વધારો પરત ખેંચવા રિક્ષા એસોસિએશનની માગ
ગઈકાલે(15મે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3- 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ આજે (16મે)અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ ભાવમાં 2.25 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામા આવ્યો છે. CNGના ભાવમાં 1.50 રૂપિયાના ભાવ વધારા બાદ ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા પહેલા CNGનો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર હતો જે હવે વધીને 86.02 રૂપિયા પહોંચી ગયો છે. જેથી એક સાથે 2.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અદાણી CNGનો ભાવ વધતાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો
ગઈકાલે(15મે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3નો વધારો થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે હવે અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે સૌથી વધુ અદાણી CNGનો વપરાશ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. ત્યારે અદાણી CNGના ભાવમાં 2.25 રૂપિયાનો વધારો થતા સૌથી વધુ અસર રિક્ષા ચાલકોને થવાની છે. ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી
ત્યારે એક સમય હતો કે પેટ્રોલ અને CNGના ભાવમાં ઘણો તફાવત જોવા મળતો હતો. પરંતુ હવે CNGના ભાવ પણ પેટ્રોલના ભાવના સમકક્ષ પહોંચી જતા રિક્ષા ચાલકોએ અદાણીએ કરેલા ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. તેમજ જે પણ ભાવ વધારો અદાણી દ્વારા કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. રિક્ષા ચાલકોને ભાવ વધારો કરવો તેવી સ્થિતિ સર્જાઈ
કારણ કે 2 એપ્રિલ, 2026ના અદાણી CNG દ્વારા 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તે વખતે પણ રિક્ષા ચાલકોએ સરકારમાં ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી. જો કે ભાવ વધારો થયા બાદ પણ રિક્ષા ચાલકોએ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નહતો. પરંતુ હવે ફરી એક વખત 2.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોને ભાવ વધારો કરવો તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી રિક્ષા ચાલકોએ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી.
Read Original Article →