દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં આયોજન:વૅકેશનનો સદુપયોગ : 1800થી વધુ ભાવિકો 45 ડિગ્રી તાપમાનમાં શેત્રુંજય પર્વતની ખુલ્લા પગે 99 યાત્રા કરે છે

Gujarat5/27/2026, 12:00:00 AM
દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં આયોજન:વૅકેશનનો સદુપયોગ : 1800થી વધુ ભાવિકો 45 ડિગ્રી તાપમાનમાં શેત્રુંજય પર્વતની ખુલ્લા પગે 99 યાત્રા કરે છે
45 ડિગ્રી તાપમાનમાં લોકો ઍર કન્ડીશન ફર્મમાંથી બહાર પણ નથી આવતા ત્યારે પાલિતાણામાં વેકેશનનો સદુપયોગ કરી 1860 જેટલા બાળ તપસ્વી ખુલ્લા પગે શેત્રુંજ્ય પર્વતની 99 યાત્રા કરી રહ્યા છે. જૈનાચાર્યે જણાવ્યું કે ‘આ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. તપસ્વીઓ એક જ દિવસમાં ગરીરાજ પર્વતની 3થી 4 જાત્રા પણ કરી રહ્યા છે. ભાવનગર ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈથી પણ લોકો 99 યાત્રા કરવા આવ્યા છે અને 45 ડિગ્રી તાપમાને ખુલ્લા પગે નવ્વાણુ યાત્રા કરી રહ્યા છે. પાલિતાણાની જંબુદ્વીપ, ઓસવાલ, વિદ્યાવિહાર, સમદડી અને ગુણોદયપુરમ ખાતે નવ્વાણુ યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રાળુઓ સવારે 5 વાગે શેત્રુંજ્ય પર્વતની યાત્રા શરૂ કરી છએ અને એક દિવસમાં ત્રણથી ચાર યાત્રાઓ ધોમધખતા તડકામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને આસ્થા સાથે ખુલ્લા પગે કરી રહ્યા છે. જેમને પાલિતાણામાં બિરાજમાન 800થી વધુ સાધુ-સાધ્વીઓ માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે. સતત 2 દિવસના ઉપવાસ કરી ભૂખ્યા પેટે પણ યાત્રા જૈન ધર્મના ઉપવાસમાં માત્ર સવારે 10થી સાંજે 6 સુધી ઉકાળેલું પાણી પીવાનું હોય છે. આવા સતત 2 ઉપવાસને છઠ્ઠ કહેવામાં આવે છે. આ નવ્વાણુ યાત્રા દરમિયાન છઠ્ઠ કરીને 2 દિવસમાં 7 જાત્રા પણ કરવાની હોય છે. ભાડવો ડુંગર રોજ ચડીને પણ એક યાત્રાળુ 99 યાત્રા કરી રહ્યા છે. દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં આયોજન 99 યાત્રા માટે દર ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં આયોજન થાય છે. આ વખતે ભાવનગર અને પાલિતાણામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે 45 ડિગ્રી તાપમાનની ગરમી હોવા છતાં યાત્રાળુઓ જેમાં મોટાભાગના 15થી 30 વર્ષના છે તેમણે ખુલ્લા પગે યાત્રા કરી હતી. 30 મેથી 5 જૂન વચ્ચે મોટાભાગના લોકોને 99 યાત્રા પુરી થાય છે.
Read Original Article →