ટર્મિનલ ટી-2 પર વિશાળ લાઉન્જ ખુલ્લો મુકાયો:એરપોર્ટ પર એક સ્થળે ગેમિંગ, ડાઈનિંગ જેવી સુવિધા મળશે

Gujarat5/25/2026, 12:00:00 AM
ટર્મિનલ ટી-2 પર વિશાળ લાઉન્જ ખુલ્લો મુકાયો:એરપોર્ટ પર એક સ્થળે ગેમિંગ, ડાઈનિંગ જેવી સુવિધા મળશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 (T-2) ના એરાઈવલ વિસ્તાર નજીક ‘મેઇસન 27’ લાઇફસ્ટાઇલ, વેલનેસ ડેસ્ટિનેશન શરૂ કરાયું છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને બેસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા 52,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવેલો આ પ્રકલ્પ દેશનો પ્રથમ એરપોર્ટ-સંકલિત હોસ્પિટાલિટી પ્રોજેક્ટ છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના સીઈઓ અરુણ બંસલે જણાવ્યું કે, એરપોર્ટને માત્ર ટ્રાન્ઝિટ પોઇન્ટ નહીં પણ સોશિયલ હબ બનાવવાનો આ પ્રયાસ છે. અમદાવાદ અને ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને આ સેન્ટર તૈયાર કરાયું છે. લાઉન્જમાં આ સેવા મળશે - પ્રીમિયમ રેસ્ટોરન્ટ, કેફે, બેકરી, ઇન્ડોર-આઉટડોર ડાઇનિંગ, ગેમિંગ આર્કેડ અને કિડ્સ ઝોન. - ક્રાયોથેરાપી, હાયપરબેરિક ઓક્સિજન થેરાપી, હોટ-કોલ્ડ પ્લન્જ પુલ, સ્ટીમ-સોના, યોગ અને સાઉન્ડ હીલિંગ સ્ટુડિયો. - પ્રોફેશનલ્સ માટે અત્યાધુનિક કો-વર્કિંગ લાઉન્જ અને મિટિંગ સ્પેસની વિશેષ સગવડ.
Read Original Article →