સિટી એન્કર:શહેરમાં કરિયર બનાવવા આવેલી હૈદરાબાદની યુવતી ડ્રગ્સના રવાડે ચઢી, ફોન-એક્ટિવા વેચવાં પડ્યાં, PGના પૈસા ન હોવાથી રસ્તે રઝળતી મળી
અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ એ હદે વધી રહ્યું છે કે, પરિવારના આર્થિક ઉત્થાનના સ્વપ્ન આંજી બીજા રાજ્યમાંથી આવતા અનેક યુવક-યુવતીઓના જીવન નશાના રવાડે રોળાઈ જાય છે. હૈદરાબાદની 30 વર્ષીય ત્રિવેણીબેન નામની યુવતી પણ પરિવારને આર્થિક સહાય માટે અમદાવાદ નોકરી કરવા આવી હતી અને ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ જાહેર રસ્તા પર નિરાધાર રીતે પડી રહી હતી. આવી જ રીતે એક દિવસ તે રસ્તા પર રઝળેલી હાલતમાં પડી હતી ત્યારે મ્યુનિ.ના યુસીડી વિભાગ, 112 ઇમરજન્સી સેવા અને મહિલા હેલ્પલાઇન 181 તથા સામાજિક સંસ્થાઓએ યુવતીના પરિવારને શોધી તેની મુલાકાત કરાવી. હૈદરાબાદથી આવેલી ત્રિવેણી પાલડી વિસ્તારમાં એક પીજીમાં રહેતી હતી અને એક કંપનીમાં નોકરી કરતી હતી. જોકે પીજીમાં રહેવા દરમિયાન તે ડ્રગ્સના રવાળે ચઢી ગઈ હતી. વ્યસનની અસર હેઠળ યુવતીની આર્થિક સ્થિતિ સતત બગડી રહી હતી. અંતે તેણે પોતાની નકોરી ગુમાવી અને પીજીનું ભાડું પણ ભરી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેનો મોબાઇલ ફોન, એક્ટિવા સહિત ઘણી અન્ય વસ્તુઓ પણ તેની પાસેથી ચાલી ગઈ હતી. અંતે મકરબાના બગીચામાં આશ્રય લીધો
આખરે તેણે મકરબા વિસ્તારમાં ફાટક પાસેના બગીચામાં આશ્રય લીધો હતો. નિરાધાર હાલતમાં રહેતી હોવાની જાણ થતાં એક સ્થાનિક નાગરિકે 112 નંબર પર ફોન કર્યો હતો. જે બાદ મહિલા હેલ્પ લાઇનના કાર્યકર, વિવિધ એનજીઓ તથા મ્યુનિ. અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા હતા. આશ્રયગૃહમાં રાખી પરિવારનો સંપર્ક કરાયો, 24 કલાકમાં પરિવાર અમદાવાદ દોડી આવ્યો
યુવતીને આશ્રયગૃહમાં રાખી તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 24 કલાકમાં આ યુવતીનો પરિવાર હૈદરાબાદથી અમદાવાદ આવી પહોંચ્યો હતો. ત્યારે બાદ ત્રિવેણીબેનને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Read Original Article →