સિરામિક ઉદ્યોગની સ્થિતિ કથળી‎:માત્ર 17 ટકા જ ગૅસ અપાતાં મોરબીમાં 2568માંથી 984 ઔદ્યોગિક એકમ બંધ

Gujarat4/8/2026, 12:00:00 AM
રાજ્યમાં કોર્મશિયલ ગૅસ પુરવઠો 83 ટકા ઘટ્યો છે અને મોરબીનાં 2568માંથી 984 એકમ બંધ છે. તંત્રના પ્રતિનિધિઓ કહે છે કે અછત નથી તો ઉદ્યોગો પર તાળાં કેમ લાગ્યાં છે તે અંગે જવાબ આપવાથી અધિકારીઓ બચી રહ્યા છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં ફેબ્રુઆરીમાં રાજ્યમાં 22 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગૅસનો ઉપયોગ થયો હતો અને માર્ચમાં માત્ર 5 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક પૂરો પાડી શકાયો નથી. ગૅસ પુરવઠો લગભગ બંધ થતા સૌથી માઠી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. જ્યારે ફેબ્રુઆરી પહેલાંના મહિનાઓમાં રાજ્યમાં 30 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી પણ પહોંચી જતી હતી. સરકારે કોર્મશિયલ ગૅસ બંધ કરીને તેનો ઉપયોગ ઘરેલુ ગૅસ તરફ વાળતાં મુશ્કેલી સર્જાઇ રહી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં મજૂરો માટે 159 કોમ્યુનિટી કિચનની શરૂઆત કરી 50 હજાર મજૂરો માટે જમાવાની વ્યવસ્થા કરી છે. સપ્લાય ચેઇન અને પરિવહન ખોરવાતા કાચા માલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 1 માર્ચથી અત્યાર સુધી 27 હજાર લોકોને નવાં પીએનજી જોડાણ અપાયાં છે અને અરજીઓને તાત્કાલિક ધોરણે મંજૂર કરી જોડાણ અપાય છે. ઉપરાંત, સ્ટીલ, ઑટોમોબાઇલ અને ટેક્સટાઇલ જેવાં મહત્ત્વનાં સેક્ટરોને સપ્લાય ચેઇનમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મુશ્કેલીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર 30 માર્ચથી 3 મહિના માટે સોલિડ વૈકલ્પિક ઇંધણ વાપરવાની તાત્કાલિક મંજૂરી આપી છે. 3 મહિના માટે વૈકલ્પિક ઇંધણના ઉપયોગની પરવાનગી કોલસો: સિરામિક (મોરબી) અને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં બોઇલર અને ભઠ્ઠીઓ ચલાવવા માટે કોલસો સૌથી મોટો અને સસ્તો વિકલ્પ સાબિત થશે. બાયોમાસ બ્રિકેટ્સ: ખેતીના કચરામાંથી બનાવેલા સફેદ કોલસાનો ઉપયોગ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે કેમિકલ અને ડાયઝ ઉદ્યોગોમાં થઈ શકે છે. લાકડું: નાની ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં ગેસ કનેક્શન પર નિર્ભરતા હતી, ત્યાં કામચલાઉ ધોરણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ વધી શકે છે. પેટકોક: સિમેન્ટ અને અન્ય હેવી ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચું તાપમાન મેળવવા માટે પેટકોકનો ઉપયોગ વધવાની શક્યતા છે.
Read Original Article →