ગુજરાત અને રાજસ્થાન ATSની મોટી કાર્યવાહી:5 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાન બોર્ડર પરથી બેની ધરપકડ, પાકિસ્તાનથી ઘૂસાડવામાં આવ્યું હતું
ગુજરાત અને રાજસ્થાન ATSએ ડ્રગ્સની હેરાફેરીને લઈ મોટી કાર્યવાહી કરી છે. બંન્ને રાજ્યની ATSની સંયુક્ત કાર્યવાહીમાં રાજસ્થાન બોર્ડર પરથી ડ્ર્ગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાંચ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર આ ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો. એટલે કે બોર્ડર પરથી ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું હતું.
Read Original Article →