ભાસ્કર ડેટા સ્ટોરી:219 સાંસદ-ધારાસભ્ય પાસે 14 હજાર, 835 કોર્પોરેટર પાસે 7500 તોલા સોનુ..!

Gujarat5/24/2026, 12:00:00 AM
ભાસ્કર ડેટા સ્ટોરી:219 સાંસદ-ધારાસભ્ય પાસે 14 હજાર, 835 કોર્પોરેટર પાસે 7500 તોલા સોનુ..!
આજે સોનું-ચાંદી ભાવવધારાની સાથે પ્રધાનમંત્રીની ઓછું કે ના ખરીદવાની અપીલના કારણે ચર્ચામાં છે. ગુજરાતના 219 સાંસદ-ધારાસભ્ય પાસે કુલ 14,269 તોલા સોનું છે, તેની બજાર કિંમત 1.46 લાખ પ્રતિ તોલા હિસાબે 209 કરોડ થાય છે. સાંસદ-ધારાસભ્યોના એફિડેવિટ મુજબ, ચૂંટણી સમયે તેમના સોનાની કુલ કિંમત 78.26 કરોડ હતી. છેલ્લાં 40 મહિનામાં તેમને કુલ 130 કરોડ રૂપિયા પગાર મળ્યો છે અને તેમના સોનાના ભાવમાં 131 કરોડનો ઊછાળો આવ્યો છે. 200 પુરુષ એમપી-એમએલએના પત્ની પાસે 116 કરોડનું 8 હજાર તોલા સોનું છે. તેમની પાસેની 588 કિલો ચાંદીમાં 350% ભાવવધારો થયો છે, તેની બજાર કિંમત 15.58 કરોડ છે. સોનાનો ભાવ 22 કેરેટ પ્રમાણે અને એક કિલો ચાંદીનો ભાવ 2.65 લાખ ગણ્યો છે. વિધાનસભાના 182 ધારાસભ્યને ભથ્થા સહિત પ્રતિ માસ 1.40 લાખના પગાર લેખે જાન્યુ. 2023થી એપ્રિલ 2026 સુધી 40 મહિનામાં કુલ 101 કરોડ, લોકસભાના 26 સાંસદને પ્રતિ માસ 2.70 લાખ લેખે જૂન 2024થી 23 મહિનામાં 16 કરોડ પગાર ચૂકવાયો છે. રાજ્યસભાના 12 સાંસદ 2020, 2023, 2024માં ચૂંટાયા છે, પરંતુ તેમને ચૂકવાયેલા કુલ 13 કરોડ 40 મહિનાના પગાર બરાબર છે. અહીં પોતાના નામે, પત્ની, સંતાન અને કેટલાક કિસ્સામાં હિન્દુ અવિભક્ત કુટુંબનું કુલ સોના-ચાંદી સામેલ છે. 196 ભાજપ, 23 કોંગ્રેસ-આપ અને અન્ય સભ્ય સામેલ છે. 19 મહિલા MP-MLA પાસે 1445 તોલા સોનું। 219માંથી 19 ધારાસભ્ય-સાંસદ મહિલા છે. તેમની પાસે કુલ 1445 તોલા સોનું છે. તેની બજાર કિંમત 21 કરોડ છે. જ્યારે 200 પુરુષ ધારાસભ્ય-સાંસદના કુલ સોનામાંથી 56% સોનું એટલે કે 7918 તોલા સોનું તેમના પત્નીના નામે છે. તેની બજાર કિંમત 116 કરોડ છે. સૌથી વધુ પૂનમ માડમ પાસે 728 અને રિવાબા પાસે 92 તોલા સોનું છે. 200 નેતાના પત્ની પાસે 116 કરોડનું 8 હજાર તોલા સોનુ એક MP-MLA પાસે સરેરાશ 6.51 તોલા (સોનું તોલામાં) સોનું ધરાવતા ટોપ-10 નેતા, તમામ ભાજપના (સોનું તોલામાં, જે-તે વર્ષે ચૂંટણી સોગંદનામામાં દર્શાવેલી કિંમત) સીએમ, ડે.સીએમ, મંત્રી સહિત 12 ડાયમંડના માલિક વડોદરા : 18 શહેરના નગરસેવકો રૂ. 120 કરોડના સોનાના માલિક અર્જુન ડાંગર ગુજરાતના સ્થાનિક લોકપ્રતિનિધિઓ પાસે પણ કાંઇ ઓછું સોનું નથી. 18 નાના શહેરોની નગરપાલિકા અને મહાનગરપાલિકાના 835 કોર્પોરેટર અને તેમના પતિ કે પત્નીના નામે 75 કિલોથી વધુ સોનું છે. જેની બજાર કિંમત 120 કરોડથી વધુ થાય છે. 15 નેતાઓ પાસે સૌથી વધુ સોનુ છે, તેમાંથી 14 ભાજપના છે. આણંદ, નડિયાદ, બારડોલી અને સુરેન્દ્રનગરના 14 સભ્યો પાસે 50 લાખથી વધુનું સોનું છે. સૌથી મોટો વિરોધાભાસ શિક્ષણ અને સંપત્તિ વચ્ચે છે. મહેસાણા, આણંદ જેવા શહેરોમાં ધોરણ 4 પાસ કે 10 નાપાસ નેતાઓ જેગુઆર, મર્સિડીઝ અને ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કારના કાફલા અને કરોડોની જમીનો ધરાવે છે. તેની સામે એમ.કોમ અને બી.એડ જેવી ડિગ્રી ધરાવતા પ્રતિનિધિઓ પાસે પોતાની માલિકીનું એક વાહન નથી. સૌથી વધુ સોનુ ધરાવતાં 5 કોર્પોરેટર, બધા ભાજપના (સોનું તોલામાં) અભ્યાસ ઓછો, મિલકત વધુ
Read Original Article →