સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યમાંથી 2 વર્ષમાં 1.77 લાખ મોબાઈલ ચોરાયા, પોલીસે 100 કરોડના 51 હજાર ફોન શોધી માલિકોને પાછા આપ્યા

Gujarat4/6/2026, 12:14:41 AM
સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યમાંથી 2 વર્ષમાં 1.77 લાખ મોબાઈલ ચોરાયા, પોલીસે 100 કરોડના 51 હજાર ફોન શોધી માલિકોને પાછા આપ્યા
ચોરી થયેલા, ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવા તેમજ દેશના ગમે તે ખૂણામાં તે ફોન ચાલુ થાય તો તેને આઈએમઈઆઈ નંબરના આધારે શોધી કાઢવા પોલીસે સીઈઆઈઆર પોર્ટલ (સેન્ટ્રલ ઈકવીપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર) તૈયાર કર્યુ હતું. આ પોર્ટલની મદદથી અમદાવાદ સહિત રાજ્યમાંથી ચોરી થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનમાંથી 1.10 લાખ ફોન ટ્રેક કરાયા હતા જ્યારે પોલીસે 51 હજાર ફોન શોધીને માલિકને પરત આપ્યા છે. જેની ટકાવારી 46 ટકા જેટલી થાય છે. આ શોધી કાઢેલા ફોનની અંદાજિત કિંમત 100 કરોડ થવા જાય છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયણે કહ્યું કે, આ સોફટવેરનો ઉપયોગ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ હતી. દેશભરમાંથી કુલ 50 લાખ મોબાઈલ નંબર બ્લોક કરાયા હતા, જ્યારે 30 લાખ નંબર ટ્રેક થઈ રહ્યા હતા. ડીજીપી ઓફિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 વર્ષમાં ચોરી થયેલા, ખોવાયેલા, ગુમ થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનનો ડેટા આ સોફટવેરમાં નખાયો હતો. તેમાંથી 1.10 લાખ મોબાઈલ દેશના જુદા જુદા શહેર, જિલ્લા અને ગામડાઓમાં એક્ટિવ થયા હોવાથી તેને ટ્રેક કરાયા હતા. તેમાંથી આઈએમઈઆઈ નંબરના આધારે 51 હજાર મોબાઈલ શોધી કઢાયા હતા. અમદાવાદમાંથી વર્ષે 4થી 5 હજાર મોબાઈલ ફોન ચોરાય છે પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદમાંથી દર વર્ષે 4 થી 5 હજાર જેટલા મોબાઈલ ફોનની ચોરી થાય છે. જ્યારે સીઈઆઈઆર પોર્ટલની મદદથી પોલીસે થોડા જ સમયમાં 300 થી વધારે ફોન શોધીને માલિકોને પાછા આપ્યા હતા. જ્યારે દિન પ્રતિદિન ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસનો ડિટેકશન દર વધી રહ્યો છે. આ રીતે કામ કરે છે CEIR સોફ્ટવેર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) એ એક કેન્દ્રીય સિસ્ટમ છે જે ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલના IMEI નંબરને નેટવર્ક સ્તરે બ્લોક કરે છે. આ સોફ્ટવેરની ખાસિયત એ છે કે ફોન ગમે તે રાજ્યમાં હોય, તેમાં નવું સીમકાર્ડ નાખતા જ તે નેટવર્ક પકડતું નથી અને તુરંત પોલીસને લોકેશન મોકલી દે છે. આ સોફટવેરથી મોબાઈલ રિક્વરીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે, 1.10 લાખ ફોન ટ્રેસ કરાયા
Read Original Article →