આજે વિશ્વ થાઈરોઈડ દિવસ:શહેરમાં દર 10માંથી 1 વ્યક્તિને થાઈરોઈડ, દર્દીમાં 90% મહિલા

Gujarat5/25/2026, 12:00:00 AM
સમગ્ર વિશ્વમાં 25 મેના રોજ ‘વિશ્વ થાઈરોઈડ દિવસ’ મનાવાય છે. ‘સાઇલેન્ટ ડિસીઝ’ એવાં થાઇરોઇડના અમદાવાદ-ગુજરાતની વસતીના 10થી 15 ટકા (10માંથી 1) લોકોમાં તેમાંય 90 ટકા મહિલા અને 10 ટકા પુરુષો થાઇરોઇડથી પીડાય છે. બાળકોથી લઇને વૃદ્ધોને અસર કરતાં આ રોગની મોડી સારવારથી બાળકોના માનસિક વિકાસ, મહિલાઓમાં ઇન્ફર્ટીલીટી અને મોટી ઉંમરે હાડકાં, હૃદય અને સ્નાયુ પર ગંભીર અસરની શક્યતા છે. એપોલો હોસ્પિટલના એન્ડોક્રાયનોલોજિસ્ટ ડો. રમેશ ગોયલે કહ્યું કે, હાયપો થાઇરોડિઝમ મોટેભાગે 18થી વધુ વર્ષના લોકોમાં દર 10માંથી 1 વ્યક્તિ પીડાય છે. પુરુષોમાં 10 ટકા અને મહિલામાં 90 ટકા જોવા મળે છે. મારી પાસે વર્ષ- 2020ની સરખામણીમમાં હાલમાં આવતાં થાઇરોઇડના દર્દી 30 ટકા વધ્યાં છે. વારસાગત ઉપરાંત આ રોગના લક્ષણો ઘણાં લાંબા સમય સુધી નિદાન થતું નથી, અને લક્ષણો જણાય ત્યાં સુધી રોગ આગળ વધી ગયો હોય છે. સોલા સિવિલ અને શેલ્બી હોસ્પિટલના એન્ડોક્રાયનોલોજિસ્ટ ડો. મનોજ અગ્રવાલ જણાવે છે કે, વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ દર્દીના કોષો સામે લડે ત્યારે થાઇરોઇડ થાય છે. મેદસ્વિતાથી લઈને હૃદય-હાડકાંની સમસ્યા વધી થાઇરોઇડમાં વ્યક્તિનું વજન વધી જાય છે, હકીકતમાં હાઇપો થાઇરોડિઝમને લીધે દર્દીનું વજન વધે છે, હાયપર થોઇરોડિઝમને લીધે વ્યકિત પાતળું થાય, હૃદયનું પમ્પિંગ વધે, ફીવર આવે, ચક્કર આવે વજન અચાનક ઘટે છે. કિશોરીઓમાં એડોલેશનમાં પીરીયડ, ઉંચાઇ અને મેદસ્વિતાની સમસ્યા, પુખ્ત મહિલાઓમાં ઇન્ફર્ટીલિટી અને પીસીઓડી અને મેદસ્વિતા જયારે મોટી ઉંમરના લોકોમાં હાડકાં, સ્નાયુ અને હાથમાં નબળાઇ આવે છે.
Read Original Article →