જો જો, સ્વિમિંગ પૂલની મજા આંખોની સજા ન બની જાય!:12 સામાન્ય ભૂલોથી બચો, ડૉક્ટર પાસેથી જાણો 7 આઈ સેફ્ટી ટિપ્સ
ઉનાળામાં લોકો સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં એન્જોય કરવાનું ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ મજા આપણી આંખો માટે ખતરો પણ બની શકે છે. ખરેખરમાં, ઘણીવાર પૂલના પાણીમાં રહેલું ક્લોરિન, કેમિકલ્સ અને બેક્ટેરિયા આંખોના સંવેદનશીલ સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બળતરા, લાલાશ, ખંજવાળ અને ધૂંધળાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ભીડવાળા પૂલમાં ચેપનું જોખમ વધુ વધી જાય છે. આવા સમયે જરૂરી છે કે, સ્વિમિંગની મજા લેતી વખતે આંખોની સુરક્ષાને અવગણવામાં ન આવે. તેથી ‘કામના સમાચાર’માં સ્વિમિંગ પૂલથી થતા આઈ-ઈન્ફેક્શન (આંખોના ચેપ)ના જોખમ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ પ્રશ્ન- ઉનાળામાં લોકો સ્વિમિંગ પૂલ અને વોટર પાર્ક વધુ જાય છે. શું સ્વિમિંગ પૂલથી આંખના ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે? જવાબ- હા, ઉનાળામાં વધુ પડતો પરસેવો, ધૂળ અને ભીડને કારણે આંખોની સંવેદનશીલતા વધી જાય છે. પ્રશ્ન- સ્વિમિંગ પૂલનું પાણી આંખોને નુકસાન કેમ પહોંચાડે છે? જવાબ- તેમાં રહેલા કેમિકલ્સ અને બેક્ટેરિયા આંખોને નુકસાન પહોંચાડે છે. વિગતવાર સમજીએ- ક્લોરિન- પાણીને ડિસઇન્ફેક્ટ કરવા માટે સ્વિમિંગ પૂલમાં ક્લોરિન નાખવામાં આવે છે, પરંતુ તે આંખોના કુદરતી રક્ષણાત્મક સ્તર (પ્રોટેક્ટિવ લેયર)ને તોડી શકે છે. તેનાથી આંખોમાં શુષ્કતા, બળતરા અને અસ્થાયી ઝાંખપ થઈ શકે છે. અન્ય કેમિકલ્સ- પાણીનું pH (જેથી પાણી એસિડિક કે બેઝિક ન હોય) સંતુલન જાળવી રાખતા કેમિકલ્સ કોર્નિયાને ઇરિટેટ કરી શકે છે. આવા કેમિકલ્સના વધુ પડતા સંપર્કથી આંખોમાં બળતરા અનુભવાય છે. બેક્ટેરિયા- જે સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ ખરાબ હોય, તેમાં બેક્ટેરિયા, ફંગસ કે પ્રોટોઝોઆ હોઈ શકે છે. આ આંખોને સંક્રમિત કરી સોજો પેદા કરે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ઇન્ફેક્શન કે એલર્જિક રિએક્શનનું જોખમ વધી શકે છે. પ્રશ્ન- વોટર પાર્કમાં નહાવાથી ચેપનું જોખમ વધુ કેમ હોય છે? જવાબ- વોટર પાર્કમાં એકસાથે ઘણા લોકો ન્હાય છે, જેનાથી બેક્ટેરિયા-વાયરસ ઝડપથી ફેલાય છે. જો પાણી યોગ્ય રીતે ફિલ્ટર ન થાય, તો ગંદકી અને બેક્ટેરિયા જમા થઈ જાય છે. પાણીને ડિસઇન્ફેક્ટ ન કરવાથી ચેપનું જોખમ વધે છે. ખુલ્લા ઘા, આંખ-કાન કે સ્કિન દ્વારા તે શરીરમાં પ્રવેશી શકે છે. પ્રશ્ન- કેવી રીતે ઓળખવું કે સ્વિમિંગ પૂલના સંપર્કમાં આવવાથી આંખો પર ખરાબ અસર પડી રહી છે. કયા સંકેતોને અવગણવા ન જોઈએ? જવાબ- સ્વિમિંગ પૂલના પાણીમાં રહેલું ક્લોરિન, કેમિકલ્સ અને બેક્ટેરિયા આંખોના બહારના પડ (કન્જક્ટિવા અને કોર્નિયા) ને ઇરિટેટ કરી શકે છે. તેથી ગ્રાફિકમાં આપેલા સંકેતોને અવગણવા ન જોઈએ- પ્રશ્ન- કેટલાક લોકોની આંખો વધુ સંવેદનશીલ હોય છે. કયા લોકોએ સ્વિમિંગ પૂલમાં વધુ સાવચેતી રાખવી જોઈએ? જવાબ- આમ તો સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી નહાવું દરેક માટે નુકસાનકારક છે. પરંતુ જેમની આંખો વધુ સંવેદનશીલ હોય છે, તેમને આ જોખમ વધુ હોય છે. નીચે ગ્રાફિકમાં જુઓ કયા લોકોને જોખમ વધુ હોય છે- પ્રશ્ન- શું કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે? જવાબ- કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી આંખોમાં ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. પ્રશ્ન- સ્વિમિંગ દરમિયાન કઈ સામાન્ય ભૂલો આંખોને નુકસાન પહોંચાડી શકે છે? જવાબ- સ્વિમિંગ દરમિયાન લોકો મોજ-મસ્તીના ચક્કરમાં કેટલીક ભૂલો કરે છે, જે આંખોને નુકસાન પહોંચાડી શકે છે- બધી ભૂલો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- આંખોની સુરક્ષા માટે સ્વિમિંગ પહેલાં, સ્વિમિંગ દરમિયાન અને સ્વિમિંગ પછી શું કાળજી રાખવી જોઈએ? જવાબ- નીચેના મુદ્દાઓથી સમજીએ- ગ્રાફિકમાં બધી સેફ્ટી ટિપ્સ જોઈએ- પ્રશ્ન- જો સ્વિમિંગ પછી આંખોમાં બળતરા, ઝાંખપ કે સોજો અનુભવાય તો તરત શું કરવું? જવાબ- સૌ પ્રથમ આંખોને 5-10 મિનિટ સુધી સ્વચ્છ, ઠંડા પાણીથી ધોવી. પ્રશ્ન- ડૉક્ટરને ક્યારે બતાવવું જરૂરી છે? જવાબ- કેટલીક પરિસ્થિતિઓમાં ડોક્ટરને બતાવવું જરૂરી છે- પ્રશ્ન- નિષ્ણાતોના મતે સ્વિમિંગ કરનારાઓ માટે આંખની સંભાળ માટેની સૌથી જરૂરી ટિપ્સ કઈ છે? જવાબ- નીચેના મુદ્દાઓમાં જોઈએ-
Read Original Article →