ઉનાળામાં સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર નીકળો છો?:ચેતજો, ત્વચા ઝડપથી વૃદ્ધ થઈ જશે; જાણો SPF 15, 30 અને 50 વચ્ચેનો તફાવત, તમારી ત્વચા માટે કઈ ક્રીમ શ્રેષ્ઠ
ઉનાળામાં બહાર નીકળતા જ તડકાનો સામનો કરવો પડે છે. ખરેખરમાં સૂર્યના કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ (UV રેઝ) હોય છે. વધુ સમય તડકામાં રહેવાથી તે ધીમે ધીમે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં SPF (સન પ્રોટેક્શન ફેક્ટર) સનસ્ક્રીન ત્વચાને સુરક્ષિત કરી શકે છે. તેથી આજે ‘કામના સમાચા’ માં SPF વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- પ્રશ્ન- SPF શું હોય છે? તેની ઉપયોગિતા શું છે? જવાબ- SPF (સન પ્રોટેક્શન ફેક્ટર) એક રેટિંગ છે. પ્રશ્ન- SPF સનસ્ક્રીન શું છે? જવાબ- SPF સનસ્ક્રીન એક પ્રકારનું સનસ્ક્રીન (દિવસ દરમિયાન લગાવવામાં આવતું બોડી લોશન) જ છે, જે SPF રેટેડ છે. એટલે કે તેમાં સૂર્યના UVB કિરણોથી બચાવવાની ક્ષમતા છે. આ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. ત્વચા પર એક સ્તર બનાવીને UV કિરણોની અસર ઘટાડે છે. પ્રશ્ન- સનસ્ક્રીન ક્રીમ પર SPF 15, 30, 50 લખેલું હોય છે. એનો શું અર્થ છે અને આ ક્રીમમાં શું ફરક છે? જવાબ- સનસ્ક્રીન પર લખેલો SPF એ દર્શાવે છે કે તે ત્વચાને UVB કિરણોથી કયા સ્તર સુધી સુરક્ષિત કરે છે અને અલગ-અલગ SPF લેવલમાં આ સુરક્ષા થોડી-થોડી વધતી જાય છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું વધુ SPF હંમેશા સારું હોય છે? જવાબ- ના, વધુ SPF હંમેશા સારું હોતું નથી, કારણ કે SPF 30 અને SPF 50 વચ્ચે સન પ્રોટેક્શનનો તફાવત ખૂબ ઓછો હોય છે. જેમ કે- પ્રશ્ન- SPF આપણી ત્વચાને UV કિરણોથી કેવી રીતે બચાવે છે? જવાબ- SPF એક પ્રોટેક્ટિવ શીલ્ડની જેમ કામ કરે છે, જે ત્વચા પર લેયર બનાવીને હાનિકારક UV કિરણોની અસરને ઓછી કરે છે. ગ્રાફિકમાં જુઓ કે તે કેવી રીતે બચાવે છે- પ્રશ્ન- UVA અને UVB કિરણોમાં શું ફરક છે? જવાબ- UVA અને UVB બંને સૂર્યના હાનિકારક કિરણો છે, પરંતુ તેમની અસર અલગ હોય છે. UVA (Ultraviolet Aging) UVB (Ultraviolet Burning) પ્રશ્ન- બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન શું છે? જવાબ- મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- શું ઉનાળામાં SPF સનસ્ક્રીન લગાવવું વધુ જરૂરી છે? જવાબ- હા, ઉનાળામાં આકરો તડકો અને હાઈ UV ઇન્ડેક્સને કારણે સ્કીન ડેમેજ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. નીચે ગ્રાફિકમાં જોઈએ કે ઉનાળામાં આ ક્રીમ લગાવવું શા માટે વધુ જરૂરી છે. પ્રશ્ન- કયા લોકોએ SPF સનસ્ક્રીન ચોક્કસ લગાવવું જોઈએ? જવાબ- SPF સનસ્ક્રીન બધાએ લગાવવું જોઈએ, પરંતુ કેટલાક લોકો માટે તે ખાસ કરીને જરૂરી છે. જેમ કે- પ્રશ્ન- ઉનાળામાં સનસ્ક્રીન વગર તડકામાં જવાથી ત્વચાને શું નુકસાન થઈ શકે છે? જવાબ- સીધા UV કિરણોના સંપર્કથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું દરેક સ્કિન ટાઈપ માટે SPFની જરૂરિયાત અલગ હોય છે? જવાબ- હા, દરેક સ્કિન ટાઈપ માટે SPFની જરૂરિયાત અને તેનું ફોર્મ્યુલા થોડું અલગ હોઈ શકે છે. જોકે SPF લેવલ (જેમ કે SPF 30 કે 50) સામાન્ય રીતે બધા માટે જરૂરી હોય છે. ફરક ફક્ત ટેક્સચર અને ફોર્મ્યુલાનો હોય છે. પોઈન્ટર્સમાં જોઈએ- ઓઈલી સ્કિન SPF 30-50 શા માટે? ડ્રાય સ્કિન SPF 30-50 શા માટે? સેન્સિટિવ સ્કિન SPF 30+ શા માટે? ખીલ-ગ્રસ્ત ત્વચા SPF 30-50 શા માટે? સામાન્ય ત્વચા SPF 30-50 શા માટે? પ્રશ્ન- શું યોગ્ય SPF સનસ્ક્રીન પસંદ કરવા માટે સ્કિન ટાઈપ સિવાય અન્ય કોઈ પરિમાણ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે? જવાબ- સનસ્ક્રીન પસંદ કરતી વખતે માત્ર સ્કિન ટાઈપ જ નહીં, જીવનશૈલી અને તડકામાં વિતાવેલા સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કયું SPF પસંદ કરવો તે ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- સનસ્ક્રીન ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- સનસ્ક્રીન ખરીદતી વખતે કેટલાક પેરામીટર તપાસવા ખૂબ જ જરૂરી છે, જેથી યોગ્ય અને અસરકારક સુરક્ષા મળી શકે. સનસ્ક્રીન ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે આ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું ઘરની અંદર રહેવા છતાં પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જવાબ- હા, ઘરની અંદર રહેવા છતાં પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. UVA કિરણો બારીઓના કાચમાંથી અંદર આવી શકે છે. આ ત્વચાને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી પિગમેન્ટેશન અને એજિંગ વધી શકે છે. પ્રશ્ન- સનસ્ક્રીનને દિવસમાં કેટલી વાર લગાવવું જોઈએ? જવાબ- સનસ્ક્રીનને દિવસમાં દર 2-3 કલાકે લગાવવું જોઈએ. જો- પ્રશ્ન- શું પરસેવો કે પાણી સનસ્ક્રીનની અસરને ઓછી કરી દે છે? જવાબ- હા, પરસેવો અને પાણી સનસ્ક્રીનની અસરને ઓછી કરી શકે છે, કારણ કે તેનાથી સનસ્ક્રીનનું સ્તર ત્વચા પરથી હટવા લાગે છે.
Read Original Article →