'રેડ લાઈટ થેરાપી' બની સ્વાસ્થ્ય માટે ગ્રીન સિગ્નલ:કોષોને યુવાન રાખે છે, ઘા પણ ઝડપથી રૂઝાય છે; 2030 સુધીમાં ₹9000 કરોડની ઇન્ડસ્ટ્રી બનશે

Lifestyle3/29/2026, 10:39:03 AM
'રેડ લાઈટ થેરાપી' બની સ્વાસ્થ્ય માટે ગ્રીન સિગ્નલ:કોષોને યુવાન રાખે છે, ઘા પણ ઝડપથી રૂઝાય છે; 2030 સુધીમાં ₹9000 કરોડની ઇન્ડસ્ટ્રી બનશે
વર્ષ 2021માં ડર્મેટોલોજિસ્ટ ડેવિડ ઓજોગના 18 વર્ષીય દીકરાને ‘સ્ટ્રોક’ આવ્યો. જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સહકર્મી ડોક્ટરે માથા પર ‘રેડ અને નીયર-ઇન્ફ્રારેડ લાઇટ’ના ઉપયોગની સલાહ આપી, ત્યારે ઓજોગને આ મજાક લાગી, પરંતુ આજે તેમનો દીકરો ન માત્ર ચાલવામાં જ સક્ષમ છે, પરંતુ યુનિવર્સિટી પણ પાછો ફર્યો છે. ઓજોગ હવે આ થેરાપીના મોટા સમર્થક છે. ક્યારેક ‘ફ્રિન્જ’ (અપરંપરાગત) ગણાતી આ ટેકનિક હવે મુખ્ય પ્રવાહનો ભાગ બની રહી છે. વર્ષ 2030 સુધીમાં તેનું વૈશ્વિક બજાર 9 હજાર કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. શું છે રેડ-લાઇટ થેરાપી? આને વૈજ્ઞાનિક ભાષામાં ‘ફોટોબાયોમોડ્યુલેશન’ કહે છે. એમાં 600 થી 1100 નેનોમીટરની તરંગલંબાઈવાળી રેડ (લાલ) અને નીયર-ઇન્ફ્રારેડ રોશનીનો ઉપયોગ થાય છે. આ સૂર્યપ્રકાશનો જ એક મોટો ભાગ છે. આ થેરાપી LED પેનલ, માસ્ક કે લેઝર ડિવાઇસ દ્વારા આપવામાં આવે છે. 1960ના દાયકામાં હંગેરીના વૈજ્ઞાનિકોએ અચાનક શોધી કાઢ્યું કે, લાલ રોશની ઉંદરોના વાળ ઉગાડવામાં મદદ કરે છે. 1990માં નાસાના વૈજ્ઞાનિકોએ જોયું કે, અવકાશમાં છોડ ઉગાડતી રેડ એલઇડી લાઇટથી હાથના ઘા ઝડપથી રૂઝાઈ રહ્યા હતા. આપણા શરીરના દરેક કોષમાં એક ભાગ હોય છે, જેને માઇટોકોન્ડ્રિયા કહેવાય છે, જે ઊર્જા બનાવવાનું કામ કરે છે. જ્યારે લાલ પ્રકાશ શરીર પર નાખવામાં આવે છે, ત્યારે તે અંદર સુધી પહોંચીને કોષો દ્વારા શોષાઈ જાય છે. આનાથી માઇટોકોન્ડ્રિયા વધુ સક્રિય બને છે અને શરીરમાં ઊર્જા બનવાની પ્રક્રિયા ઝડપી બને છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લોકો આજકાલ મોટાભાગનો સમય ઘરોમાં વિતાવી રહ્યા છે. ઊર્જા બચાવતી આધુનિક લાઇટિંગે ‘સ્પેક્ટ્રમ’ને સાંકડું કરી દીધું છે, જેના કારણે આપણને સૂર્યમાંથી મળતો કુદરતી લાલ પ્રકાશ મળી રહ્યો નથી. ડૉ. ઓઝોગ કહે છે, ‘આપણે જૈવિક રીતે તે પ્રકાશ માટે બન્યા છીએ, જેનાથી હવે વંચિત રહી રહ્યા છીએ.’ ત્વચાના સોજાથી લઈને પાર્કિન્સનના ઇલાજ સુધીમાં અસરકારક નિષ્ણાતોના મતે, આ થેરાપી ઘણા કિસ્સાઓમાં સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાયું છે. જેમ કે વાળ ખરવા અને રેડિયેશનને કારણે થતી ત્વચાની બળતરા. નસોનો દુખાવો અને પગના અલ્સર (ઘા), વધતી ઉંમર સાથે ઘટતી આંખોની રોશની, ડિપ્રેશન જેવી સ્થિતિઓમાં તે કારગર છે. આ થેરાપીથી પાર્કિન્સન રોગમાં ડોપામાઇન બનાવતા ન્યુરોન્સને બચાવવાની આશા પણ દેખાઈ રહી છે.
Read Original Article →