'તરત ગેસ બિલ નહીં ભરો, તો કનેક્શન કાપી નાખીશું':આવા મેસેજથી સાવધાન, PNG કનેક્શન સ્કેમનો શિકાર બની જશો; છેતરપિંડીથી બચવા 11 સાવચેતી રાખો
ભારત સરકારે માર્ચ 2026માં 'નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર, 2026' હેઠળ નવા નિયમો લાગુ કર્યા છે. આ મુજબ, જે વિસ્તારોમાં PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના ગ્રાહકોએ ત્રણ મહિનાની અંદર PNG કનેક્શન લેવું પડશે. જો નહીં લેવાય તો LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)નો પુરવઠો રોકી દેવામાં આવશે. આ નિર્ણય પછી જ્યાં PNG પાઇપલાઇન છે, ત્યાં ઝડપથી કનેક્શન લેવામાં આવી રહ્યા છે. સાયબર ઠગ આ ડરનો ફાયદો ઉઠાવીને છેતરપિંડી કરી રહ્યા છે. આ છેતરપિંડી દેશની અગ્રણી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની 'ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ' (IGL)ના ગ્રાહકો સાથે થઈ રહી છે. ખતરાને જોતા IGLએ એલર્ટ જાહેર કર્યું છે અને તેના ગ્રાહકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. તેથી 'સાયબર લિટરસી' કોલમમાં આજે આપણે PNGના નામે થતા આ સ્કેમ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું- નિષ્ણાત: રાહુલ મિશ્રા, સાયબર સિક્યોરિટી એડવાઈઝર, ઉત્તર પ્રદેશ પોલીસ પ્રશ્ન- ‘PNG ગેસ સ્કેમ’ શું છે? જવાબ- આ એક સાયબર છેતરપિંડી છે, જેમાં ઠગ PNG ગેસ કંપનીના નામે નકલી SMS કે કોલ કરે છે. મેસેજમાં લખેલું હોય છે કે, ‘તમારું ગેસ કનેક્શન જલ્દી જ કાપી નાખવામાં આવશે, તેથી તરત જ બાકી બિલ ભરો.’ ઠગ ડર અને ઉતાવળનો ફાયદો ઉઠાવીને પેમેન્ટ કરાવી લે છે. પ્રશ્ન- ઠગ આ સ્કેમને કેવી રીતે અંજામ આપી રહ્યા છે? જવાબ- ઠગ ખૂબ જ ચાલાકીથી લોકોમાં ડર અને ઉતાવળ પેદા કરીને આ સ્કેમને અંજામ આપી રહ્યા છે. તે પોતાને ગેસ કંપનીના અધિકારી ગણાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેને ગ્રાફિક્સથી સમજીએ- પ્રશ્ન- ઠગ આ સ્કેમમાં કોને નિશાન બનાવી રહ્યા છે? જવાબ- આ સ્કેમમાં ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેઓ PNG ગેસનો ઉપયોગ કરે છે અને ઓનલાઈન પેમેન્ટ કરે છે. જેમ કે- પ્રશ્ન- લોકો કઈ ભૂલ કરે છે કે તેઓ સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે? જવાબ- PNGના નામે કેટલીક સામાન્ય ભૂલોને કારણે લોકો ઠગોની જાળમાં ફસાઈ જાય છે. બધી ભૂલો ગ્રાફિકમાં જોઈએ- હવે આ ભૂલો વિશે વિગતવાર વાત કરીએ. ભૂલ નંબર 1- ડર અને ઉતાવળમાં નિર્ણય લેવો બોધપાઠ- થોભીને વિચારો. તરત પગલાં ન લો. ભૂલ નં. 2- અજાણ્યા કોલ/મેસેજ પર વિશ્વાસ કરવો બોધપાઠ- હંમેશા સ્રોત (સોર્સ) ચોક્કસપણે ચકાસો. ભૂલ નં. 3- OTP શેર કરવો બોધપાઠ- OTP અને PIN ક્યારેય કોઈની સાથે શેર ન કરો. ભૂલ નં. 4- QR કોડ/પેમેન્ટ રિક્વેસ્ટમાં ફરક ન સમજવો બોધપાઠ- પેમેન્ટ કરતા પહેલાં સ્ક્રીન પર લખેલા શબ્દોને ધ્યાનથી વાંચો. ભૂલ નંબર 5- ફર્જી લિંક પર ક્લિક કરવું બોધપાઠ- કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. ભૂલ નંબર 6- રિમોટ એક્સેસ એપ ઇન્સ્ટોલ કરવી બોધપાઠ- કોઈ અજાણી એપ ઇન્સ્ટોલ ન કરો. ભૂલ નં. 7- સાયબર જાગૃતિનો અભાવ બોધપાઠ- પોતાને અપડેટ અને જાગૃત રાખો. ભૂલ નં. 8- ક્રોસ ચેક ન કરવું બોધ- હંમેશા ઓફિશિયલ સોર્સથી પુષ્ટિ કરો. પ્રશ્ન- ફેક મેસેજ/મેલ કેવી રીતે ઓળખવા? જવાબ- ફર્જી મેસેજમાં કેટલાક સંકેતો હોય છે, જેને ઓળખીને છેતરપિંડીથી બચી શકાય છે. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું ગેસ કંપની ક્યારેય કનેક્શન કાપવાનો મેસેજ મોકલે છે? જવાબ- જો તમે લાંબા સમય સુધી બિલ ભર્યું નથી, તો ગેસ કંપની પ્રોસેસ-આધારિત અને ઓફિશિયલ ચેનલ દ્વારા નોટિસ આપે છે. પોઈન્ટર્સથી સમજીએ- ગેસ કંપનીનું કમ્યુનિકેશન કેવી રીતે થાય છે? ડ્યુ/ઓવરડ્યુ નોટિસ ડિસ્કનેક્શન પહેલાં સૂચના નીચેના ગ્રાફિકમાં જુઓ IGL શું નથી કરતું- પ્રશ્ન- PNG સ્કેમ કે કોઈપણ સ્કેમથી બચવા માટે શું સાવચેતી રાખવી? જવાબ- સ્કેમથી બચવા માટે સતર્કતા અને સાચી માહિતી જરૂરી છે. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- PNG બિલ પેમેન્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- કેટલીક બાબતોનું ધ્યાન રાખવું- પ્રશ્ન- જો ભૂલથી સ્કેમનો શિકાર બની જઈએ, તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં-
Read Original Article →