દવા પર દૂધ પીતાં હોય તો ધ્યાન રાખજો!:ખોટા ફૂડ-ડ્રગ કોમ્બિનેશનના સ્વાસ્થ્ય જોખમો, મેડિશિન લેતા પહેલા ડોક્ટરને પૂછો, લેબલ વાંચો

Lifestyle4/5/2026, 12:30:00 AM
દવા પર દૂધ પીતાં હોય તો ધ્યાન રાખજો!:ખોટા ફૂડ-ડ્રગ કોમ્બિનેશનના સ્વાસ્થ્ય જોખમો, મેડિશિન લેતા પહેલા ડોક્ટરને પૂછો, લેબલ વાંચો
સામાન્ય રીતે દવાઓ લેતી વખતે લોકો ડોઝ અને સમય પર ધ્યાન આપે છે. પરંતુ તેઓ જાણતા નથી કે દવાની સાથે શું ખાવું જોઈએ અને શું નહીં. કેટલાક ફૂડ-ડ્રગ કોમ્બિનેશન નુકસાનકારક હોઈ શકે છે. ખરાબ કોમ્બિનેશન દવાની અસર ઘટાડી શકે છે. તેની આડઅસર પણ થઈ શકે છે. તેથી, દવા લેતા પહેલા તેના લેબલને ધ્યાનથી વાંચવું અને ‘ફૂડ-ડ્રગ ઇન્ટરેક્શન’ને સમજવું ખૂબ જ જરૂરી છે. આજે ‘કામના સમાચાર’ માં આપણે ‘ફૂડ-ડ્રગ ઇન્ટરેક્શન’ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડો. રોહિત શર્મા, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, જયપુર પ્રશ્ન- ફૂડ-ડ્રગ ઇન્ટરેક્શન (FDI) શું છે? જવાબ- આ ખોરાક અને દવાની વચ્ચેની પ્રતિક્રિયા છે. જ્યારે દવા કોઈ ખોરાક સાથે મળીને સકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે, ત્યારે તેને FDI કહેવાય છે. આનાથી દવાની અસર ઓછી કે વધુ થઈ શકે છે. આડઅસરો પણ થઈ શકે છે. તેથી ડોકટરો કેટલીક દવાઓ ખાલી પેટે અને કેટલીક ખાધા પછી લેવાની સલાહ આપે છે, જેથી દવા યોગ્ય રીતે કામ કરે. આનો અર્થ આખા દિવસનું ભોજન નહીં, પરંતુ દવાની સાથે ખાધેલો ખોરાક છે. સવાલ- ફૂડ-ડ્રગ ઇન્ટરેક્શન શા માટે થાય છે? જવાબ- આના ઘણા કારણો છે- પ્રશ્ન- શું કોઈપણ દવાને કોઈપણ ખોરાક સાથે લઈ શકાય છે? જવાબ- ના, બધી દવાઓ બધા ખોરાક સાથે લઈ શકાતી નથી. કેટલાક ખોરાક દવાની અસરને પ્રભાવિત કરી શકે છે. તેથી ફૂડ-ડ્રગ કોમ્બિનેશનનું ધ્યાન રાખો. પ્રશ્ન- કઈ દવા સાથે કયો ખોરાક ન ખાવો તે કેવી રીતે ખબર પડશે? જવાબ- નીચેના મુદ્દાઓમાં જુઓ– પ્રશ્ન- એન્ટિબાયોટિક દવાઓ સાથે કયા ખોરાક ન લેવા જોઈએ? જવાબ- એન્ટિબાયોટિક દવાઓ સાથે આ વસ્તુઓ ન ખાઓ– આ દવા સાથે પ્રતિક્રિયા કરીને તેનું શોષણ ઘટાડી શકે છે. પ્રશ્ન- થાઇરોઇડની દવા સાથે કયા ખોરાક ન લેવા જોઈએ? જવાબ- આની સાથે સોયા પ્રોડક્ટ્સ (જેમ કે સોયાબીન કે સોયા મિલ્ક), અખરોટ અને હાઈ-ફાઈબર ફૂડ ન લેવા જોઈએ. આ વસ્તુઓ શરીરમાં દવાના શોષણને રોકી શકે છે. પ્રશ્ન- દવા અને ફૂડ વચ્ચે કેટલો સમયનો અંતર હોવો જોઈએ? જવાબ- નીચેના મુદ્દાઓમાં જુઓ– પ્રશ્ન- જો ભૂલથી કોઈ એવા ખોરાક કે પીણા સાથે દવા લેવાઈ જાય, જે તેની સાથે પ્રતિક્રિયા કરતી હોય, તો તેનાથી શું આડઅસરો થઈ શકે છે? જવાબ- તેનાથી દવાની અસર ઓછી થઈ શકે છે. કેટલીક આડઅસરો પણ થઈ શકે છે. બધી સંભવિત આડઅસરો નીચેના ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- ખરાબ ફૂડ-ડ્રગ ઇન્ટરેક્શન થાય ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જરૂરી છે? જવાબ- જો દવા લીધા પછી અસ્વસ્થતા અનુભવાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દવા લીધા પછી જો આ સંકેતો દેખાય તો તેને અવગણશો નહીં- પ્રશ્ન- શું વિટામિન સપ્લિમેન્ટ્સ પણ ખોરાક સાથે ભળીને પ્રતિક્રિયા આપે છે? જવાબ- હા, આ વાત વિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સ પર પણ લાગુ પડે છે. ઘણા સપ્લિમેન્ટ્સ પણ ખોરાક કે અન્ય દવાઓ સાથે ભળીને સકારાત્મક અને નકારાત્મક પ્રતિક્રિયા આપી શકે છે. જેમ કે–
Read Original Article →