ચિપ્સનો ચસકો દારૂની લત જેટલો ખતરનાક!:ડોપામાઇન સાથે વધતું ડાયાબિટીસ, હાર્ટ એટેકનું જોખમ; ક્રેવિંગ ઘટાડવા માટેની 13 ટિપ્સ

Lifestyle4/30/2026, 12:30:00 AM
ચિપ્સનો ચસકો દારૂની લત જેટલો ખતરનાક!:ડોપામાઇન સાથે વધતું ડાયાબિટીસ, હાર્ટ એટેકનું જોખમ; ક્રેવિંગ ઘટાડવા માટેની 13 ટિપ્સ
આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ માત્ર એક નાસ્તો જ નહીં, પરંતુ આદત બની ગઈ છે. હળવી ભૂખ હોય, મૂવી જોવી હોય કે બસ ટાઈમ પાસ કરવો હોય, હાથ આપમેળે પેકેટ તરફ લંબાઈ જાય છે. પરંતુ સ્વાદ અને ક્રંચ પાછળ છુપાયેલું સત્ય એટલું હળવું નથી. રોજ ખાવામાં આવતી આ ચિપ્સ ધીમે ધીમે શરીરની અંદર ઘણા ગંભીર ફેરફારો શરૂ કરી દે છે. ‘નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન‘માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, ચિપ્સમાં રહેલા હાઈ સેચ્યુરેટેડ ફેટથી હાઈપરટેન્શન, કોરોનરી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ વધે છે. આ એક ગંભીર ચેતવણી છે, કારણ કે ઘણા લોકો નાસ્તા તરીકે રોજ ચિપ્સ ખાય છે. તેથી ‘કામના સમાચાર’માં આજે આપણે રોજ ચિપ્સ ખાવાથી થતા હેલ્થ રિસ્ક પર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. સાકેત કાંત, સિનિયર કન્સલ્ટન્ટ, એન્ડોક્રિનોલોજી, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી પ્રશ્ન- જો કોઈ રોજ ચિપ્સ ખાય તો તેના શરીર પર શું અસર થાય છે? જવાબ- શરૂઆતમાં આ એક સામાન્ય આદત લાગી શકે છે, પરંતુ ધીમે ધીમે તેની શરીર પર નકારાત્મક અસર પડે છે. તેને ગ્રાફિક્સથી સમજો- પ્રશ્ન- ચિપ્સ ખાવાથી આ બીમારીઓનું જોખમ કેમ વધી જાય છે? જવાબ- આને મુદ્દાઓથી સમજો- 1. સ્થૂળતા (ઓબેસિટી) પરિણામ- આનાથી સ્થૂળતા, ફેટી લિવર, હોર્મોનલ અસંતુલનનું જોખમ વધી જાય છે. 2. હૃદય રોગ પરિણામ- હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે 3. હાઈ બ્લડ પ્રેશર પરિણામ- BP વધે છે. તેનાથી હૃદય અને કિડની પર દબાણ વધે છે. 4. કિડની પર અસર પરિણામ- કિડનીનું કાર્ય નબળું પડે છે. ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધે છે. 5. ડાયાબિટીસનું જોખમ પરિણામ- ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. 6. મગજ અને મૂડ પર અસર પરિણામ- મૂડ સ્વિંગ અને ચીડિયાપણું વધે છે. લાંબા ગાળે ફોકસ અને મેમરી પર અસર પડે છે. 7. પાચનતંત્ર પરિણામ- કબજિયાત, ગેસ, પેટ ફૂલવાની સમસ્યા થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. 8. કેન્સરનું જોખમ પરિણામ- લાંબા ગાળે કેન્સરનું જોખમ થઈ શકે છે. 9. રોગપ્રતિકારક શક્તિ પર અસર પરિણામ- ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. પ્રશ્ન- જો કોઈ રોજ એક પેકેટ (48 ગ્રામ) ચિપ્સ ખાય તો તે આખા વર્ષમાં કેટલું મીઠું, ખાંડ અને પામ ઓઈલ ખાશે? જવાબ- 48 ગ્રામના એક પેકેટ ચિપ્સમાં સરેરાશ 1.3 ગ્રામ મીઠું, 11.4 ગ્રામ ખાંડ અને 46 ગ્રામ પામ ઓઈલ (ફેટ) હોય છે. જો કોઈ એક પેકેટ ચિપ્સ રોજ ખાય છે, તો તે આખા વર્ષમાં કેટલું મીઠું, ખાંડ અને તેલ કન્ઝ્યુમ કરશે. તેને ગ્રાફિકથી સમજો- પ્રશ્ન- મીઠું, ખાંડ અને પામ ઓઈલ સિવાય ચિપ્સમાં એવું શું હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જવાબ- ચિપ્સમાં મીઠું, ખાંડ અને તેલ સિવાય ઘણા હિડન કમ્પાઉન્ડ્સ હોય છે, જે લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ગ્રાફિકમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જુઓ- પ્રશ્ન- શું કોઈ એવી સાયન્સ સ્ટડી કે રિસર્ચ છે, જે જણાવે કે ચિપ્સ ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? જવાબ- હા, તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી લાખો લોકો પર થયેલી 100થી વધુ સાયન્સ સ્ટડીઝ એ સાબિત કરી ચૂકી છે કે ચિપ્સ ખાવાથી મેટાબોલિક બીમારીઓનું જોખમ વધે છે. તેમાંથી 3 મહત્વપૂર્ણ સ્ટડીઝ આ પ્રકારે છે– સ્ટડી-1 વર્ષ- 2025 ‘ગ્લોબલ મેટા એનાલિસિસ’ સંસ્થા- અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) સેમ્પલ સાઈઝ- 80 લાખથી વધુ લોકો તારણ- હાઈ BP નું જોખમ: 14.5% વધ્યું હૃદય રોગનું જોખમ: 5.9% વધ્યું કેન્સરનું જોખમ: 1.2% વધ્યું પાચન સંબંધી સમસ્યાઓ: 19.5% વધી મૃત્યુનું જોખમ: 2.6% વધ્યું નિષ્કર્ષ- ચિપ્સ ખાવાથી મેટાબોલિક રોગોનું જોખમ વધે છે. અભ્યાસ-2 વર્ષ- 2020 ‘ગ્લોબલ સિસ્ટમેટિક રિવ્યુ’ સંસ્થા- ન્યુટ્રિશન જર્નલ સેમ્પલ સાઈઝ- 3.3 લાખથી વધુ લોકો તારણ- આ રોગોનું જોખમ વધે છે- નિષ્કર્ષ- જેટલો વધુ અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો, તેટલો જ રોગોનું જોખમ વધે છે. સ્ટડી-3 વર્ષ- 2026 ‘BMJ/EPIC કોહોર્ટ એનાલિસિસ’ સંસ્થા: BMJ ન્યુટ્રિશન પ્રિવેન્શન એન્ડ હેલ્થ સેમ્પલ સાઈઝ: 3 લાખથી વધુ લોકો શોધ- ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ લગભગ 2.77 ગણું વધ્યું. નિષ્કર્ષ- જે લોકો વધુ ચિપ્સ ખાય છે, તેમને ડાયાબિટીસનું જોખમ લગભગ 3 ગણું વધારે હોય છે. પ્રશ્ન- શું રોજ ચિપ્સ ખાવાથી તેની લત પણ લાગી શકે છે? જવાબ- હા, ચિપ્સમાં મીઠું, ચરબી અને ફ્લેવરનું એવું સંયોજન હોય છે, જે મગજમાં હેપ્પી હોર્મોન ‘ડોપામાઇન’ વધારે છે. આનાથી વારંવાર ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે, જે ધીમે ધીમે લતમાં બદલાઈ શકે છે. પ્રશ્ન- શું ચિપ્સ નાના બાળકો માટે વધુ નુકસાનકારક છે? જવાબ- હા, નાના બાળકો માટે ચિપ્સ વધુ નુકસાનકારક છે, કારણ કે તેમનું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વિકાસના તબક્કામાં હોય છે. પ્રશ્ન- કયા લોકોને ચિપ્સ કે અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડથી વધુ સાવચેત રહેવું જોઈએ? જવાબ- કેટલાક લોકો માટે ચિપ્સ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ (UPFs) વધુ નુકસાનકારક હોઈ શકે છે. તેથી તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ. જેમ કે- પ્રશ્ન- પેકેટવાળી ચિપ્સ અને ઘરની બનાવેલી ચિપ્સમાં શું ફરક છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજો- ધ્યાન રાખો- ચિપ્સ ભલે પેકેજ્ડ હોય કે ઘરે બનાવેલા હોય, તે રોજ ખાવા માટે યોગ્ય નથી. ઘરે બનાવેલા ચિપ્સ ક્યારેક-ક્યારેક ખાઈ શકાય છે. પ્રશ્ન- ચિપ્સનો હેલ્ધી વિકલ્પ શું છે? જવાબ- કેટલાક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પો છે, જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- ચિપ્સ ખાવાની આદતને કેવી રીતે નિયંત્રિત કરવી? જવાબ- ચિપ્સ ખાવાની ક્રેવિંગ અને ટેવ સાથે જોડાયેલી હોય છે. તેને નિયંત્રિત કરવા માટે કેટલીક સ્માર્ટ રીતો અપનાવવી જરૂરી છે. ગ્રાફિકમાં સરળ ટિપ્સ જુઓ- પ્રશ્ન- શું ક્યારેક-ક્યારેક ચિપ્સ ખાઈ શકાય? જવાબ- ડોક્ટર સાકેત કાંતના મતે, મહિનામાં 1-2 વાર ખાઈ શકાય છે. પરંતુ રોજ કે વારંવાર ખાવું ખૂબ જ નુકસાનકારક છે.
Read Original Article →