સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો?:19 કરોડથી વધુ ભારતીયો આર્થરાઇટિસનો શિકાર, આ ઘરેલુ ઉપચારથી પેઇનકિલર વિના પીડામાંથી રાહત મળશે

Lifestyle4/26/2026, 12:30:00 AM
સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો?:19 કરોડથી વધુ ભારતીયો આર્થરાઇટિસનો શિકાર, આ ઘરેલુ ઉપચારથી પેઇનકિલર વિના પીડામાંથી રાહત મળશે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, દુનિયામાં 50 કરોડથી વધુ લોકોને આર્થરાઇટિસ (સાંધાનો દુખાવો) છે. કોઈની સમસ્યા મધ્યમ છે તો કોઈની ગંભીર. જ્યારે અન્ય એક સર્વે અનુસાર ભારતમાં આશરે 19.5 કરોડ (195 મિલિયન)થી વધુ લોકો આર્થરાઇટિસથી પીડાય છે. આર્થરાઇટિસને કારણે શરૂ થયેલો સાંધાનો દુખાવો લગભગ આખી જીંદગી રહે છે. કેટલાક લોકો તેનાથી રાહત મેળવવા માટે પેઈનકિલર લે છે. આ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી કિડનીને પણ નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે, શું પેઈન કિલર વિના પણ આ દુખાવાથી રાહત મળી શકે છે? જવાબ છે- ‘હા’. સાંધાના દુખાવામાં ઘરેલું ઉપચારોથી રાહત મળે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં આર્થરાઇટિસના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલું ઉપચારો વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પૂર્વ સીનિયર કન્સલ્ટન્ટ, સરકારી આયુર્વેદિક કૉલેજ અને હૉસ્પિટલ, લખનઉ પ્રશ્ન- આર્થરાઇટિસ શું છે? જવાબ- આર્થરાઇટિસમાં સાંધામાં ક્રોનિક સોજો આવી જાય છે. આના કારણે જકડાઈ જાય છે અને દુખાવો થાય છે. આપણા શરીરમાં જ્યાં પણ બે હાડકાં મળે છે, તેને સાંધો કહેવાય છે. આ સાંધામાં બંને હાડકાં વચ્ચે એક નરમ પડ હોય છે, જેને ‘કાર્ટિલેજ’ કહેવાય છે (સરળ ભાષામાં સાંધા વચ્ચેની ગાદી કહેવાય છે). જ્યારે આ પડ ખરાબ થવા લાગે છે અથવા રોગપ્રતિકારક શક્તિ પોતે સાંધા પર હુમલો કરવા લાગે છે (ઓટોઇમ્યુન ડિસીઝ) ત્યારે આર્થરાઇટિસ થાય છે. પ્રશ્ન- આર્થરાઇટિસ શા માટે થાય છે? જવાબ- આર્થરાઇટિસમાં કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાવા લાગે છે અથવા તેમાં સોજો આવી જાય છે. પ્રશ્ન- આર્થરાઇટિસના દુખાવામાં રાહત મેળવવા માટે લોકો ઘણીવાર પેઇનકિલર લે છે? તેમાં રોજ પેઇનકિલર ખાવું શા માટે ખતરનાક છે? જવાબ- આર્થરાઇટિસના દુખાવામાં પેઇનકિલર તરત રાહત તો આપે છે, પરંતુ તેને રોજ ખાવાથી ઘણું નુકસાન થઈ શકે છે. તમામ હેલ્થ રિસ્ક ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું પેઇનકિલર વિના પણ સંધિવા (આર્થરાઇટિસ)ના દુખાવામાંથી રાહત મળી શકે છે? જવાબ- હા, ઘણા કિસ્સાઓમાં પેઇનકિલર વિના પણ સંધિવાના દુખાવાને નિયંત્રિત કરી શકાય છે. તેના માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જેમ કે- આ ઉપરાંત, કેટલીક વનસ્પતિઓમાં કુદરતી એન્ટી-ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો ઘટાડી શકે છે. પ્રશ્ન- આર્થરાઇટિસના દુખાવાની ઘરેલું સારવાર શું છે? જવાબ- ઘરેલું સારવારનો હેતુ સાંધાના સોજાને ઓછો કરવો અને સાંધાને પોષણ આપવાનો છે. કેટલાક અસરકારક ઘરેલું ઉપચારો ગ્રાફિકમાં જોઈએ- ઉપર ગ્રાફિકમાં આપેલા ઘરેલું ઉપચારો ઉપરાંત હળવો યોગ, હુંફાળા પાણીથી સ્નાન, પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર પણ ઘરેલું સારવારનો મહત્વનો ભાગ છે. ચાલો, હવે આ બધા ઉપચારો વિશે વિગતવાર સમજીએ- 1. ગળો (ગિલોય) અને હળદર 2. ગળો અને આદુ 3. ગળો અને અશ્વગંધા 4. ગળો અને ગુગળ 5. ગળો અને નિર્ગુંડી/નગોડ પ્રશ્ન- આ પીડા નિવારક ઘરેલું ઉપચારોને કેવી રીતે તૈયાર કરવા? જવાબ- આ પીડા નિવારક ઘરેલું ઉપચારોને આ રીતે તૈયાર કરો- ગળો+હળદર/આદુ: અડધી ચમચી ગળો પાવડરમાં ચપટી હળદર અથવા આદુ ભેળવીને હુંફાળા પાણી સાથે લો. ગળો+અશ્વગંધા: બંનેનો ચૂર્ણ સરખા પ્રમાણમાં ભેળવીને લો. ગળો+ગુગળ: આ સામાન્ય રીતે ટેબ્લેટ અથવા પાવડરના રૂપમાં લેવામાં આવે છે. ગળો+નગોડ: ઉકાળાના રૂપમાં અથવા તેલથી માલિશ કરવા માટે ઉપયોગ કરો. પ્રશ્ન- આ નુસખા દિવસમાં કેટલી વાર અને કેટલા દિવસ સુધી લેવા જોઈએ? જવાબ- સામાન્ય રીતે દિવસમાં 1-2 વાર લઈ શકાય છે. પ્રશ્ન- તેને ખાલી પેટે લેવા યોગ્ય છે કે જમ્યા પછી લેવા ઠીક છે? જવાબ- તેનો યોગ્ય સમય તમારી પાચન ક્ષમતા અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. પ્રશ્ન- શું આ પીડા-નિવારક ઘરેલું ઉપચારોની કોઈ આડઅસર પણ થઈ શકે છે? જવાબ- વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી લેવાથી કેટલીક આડઅસરો થઈ શકે છે. પ્રશ્ન- ઘરેલું ઉપચાર લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? જવાબ- જડીબુટ્ટીઓ હંમેશા વિશ્વસનીય સ્ત્રોતમાંથી લો અને શુદ્ધતાનું ધ્યાન રાખો. પ્રશ્ન- જો બીપી, ડાયાબિટીસ કે થાઇરોઇડની દવા ચાલતી હોય, તો પણ આ ઉપાયો લઈ શકાય? જવાબ- સાવચેતી સાથે જ લો. આ બાબતો ધ્યાનમાં રાખો- પ્રશ્ન- આર્થરાઇટિસના કિસ્સામાં કયા લક્ષણોને અવગણવા ન જોઈએ? ક્યારે ડૉક્ટરને બતાવવું ફરજિયાત છે? જવાબ- આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં- આવી સ્થિતિઓમાં તરત જ ડૉક્ટરને બતાવો-
Read Original Article →