ભારત-UAE વચ્ચે LPG કરાર થયો, PM મોદી અબુ ધાબી પહોંચ્યા:મોદીના પ્લેનને F-16 એરક્રાફ્ટથી સુરક્ષા અપાઈ, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી

National5/15/2026, 7:41:44 AM
ભારત-UAE વચ્ચે LPG કરાર થયો, PM મોદી અબુ ધાબી પહોંચ્યા:મોદીના પ્લેનને F-16 એરક્રાફ્ટથી સુરક્ષા અપાઈ, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પ્રવાસના ભાગરૂપે અબુધાબી પહોંચ્યા છે. અબુધાબી પહોંચતા વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, UAE એરફોર્સના F-16 ફાઇટર જેટ્સે વડાપ્રધાનના વિમાનને એસ્કોર્ટ કર્યું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશો વચ્ચે LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. UAEએ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ ઊર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી. મોદીની UAE મુલાકાત અંગે અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
Read Original Article →