પાકિસ્તાનના લોકો ફુગ્ગામાં ગેસ ભરીને રસોઈ બનાવે છે:બાટલા અને કેસોસીનની અછતને કારણે લોકો મજબૂર, એક્સપર્ટે કહ્યું- ફુગ્ગામાં ગેસ ન ભરાય, એ બોમ્બની જેમ ફૂટે

International4/29/2026, 5:07:54 AM
પાકિસ્તાનના લોકો ફુગ્ગામાં ગેસ ભરીને રસોઈ બનાવે છે:બાટલા અને કેસોસીનની અછતને કારણે લોકો મજબૂર, એક્સપર્ટે કહ્યું- ફુગ્ગામાં ગેસ ન ભરાય, એ બોમ્બની જેમ ફૂટે
પાકિસ્તાનના કરાચી શહેરમાં ગેસના બાટલાની ભારે અછતને કારણે લોકો હવે પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરીને રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. ARY ન્યૂઝના અહેવાલ મુજબ, લાંબા સમયથી ગેસ લોડ શેડિંગ અને ઓછા પ્રેશરને કારણે લોકોની રોજિંદી જિંદગી પ્રભાવિત થઈ રહી છે. આ ખતરનાક રીત ખાસ કરીને કરાચીના ઓરંગી ટાઉન વિસ્તારમાં જોવા મળી છે, જેમાં મોમિનાબાદ પણ સામેલ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે અનિયમિત ગેસ સપ્લાયને કારણે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. અહેવાલ મુજબ, લોકો ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરે છે. જ્યારે થોડા સમય માટે ગેસ સપ્લાય આવે છે, ત્યારે આ ફુગ્ગા ભરી લેવામાં આવે છે અને પછી દિવસભર તેનો ઉપયોગ કરીને રસોઈ બનાવવામાં આવે છે. આ ફુગ્ગા સ્થાનિક બજારમાં પણ લગભગ 1000 થી 1500 રૂપિયામાં મળી રહ્યા છે. ઈરાન યુદ્ધના કારણે સંકટ વધ્યું એક્સપર્ટે આ રીતને અત્યંત ખતરનાક ગણાવી છે. સેફ્ટી એનાલિસ્ટ્સનું કહેવું છે કે પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરવો 'બોમ્બ' જેવું છે, કારણ કે સહેજ પણ ઘર્ષણ, ગરમી કે તણખો પણ મોટો વિસ્ફોટ કરાવી શકે છે. ઘરોની અંદર આવા ગેસ ભરેલા ફુગ્ગા રાખવાથી આગ લાગવાનો ખતરો વધે છે, ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે ગેસ અને ઓઈલ સપ્લાય પર દબાણ વધ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ઉર્જા સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના રસ્તાઓ પર પણ અસર પડી છે. કરાચીમાં ઘણા વર્ષોથી ગેસની અછત અને લાંબા સમય સુધી કાપની સમસ્યા ચાલી રહી છે. શિયાળામાં તો સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે, કારણ કે તે સમયે માંગ વધી જાય છે અને સપ્લાય એટલી હોતી નથી. આ જ કારણથી પહેલા પણ લોકો અલગ-અલગ તુક્કા કરતા રહ્યા છે. ગેસ ભરવા માટે પ્લાસ્ટિકના ફુગ્ગા બન્યા નથી ઘરેલું ગેસ (મિથેન/એલપીજી) અત્યંત જ્વલનશીલ હોય છે. જો થોડો પણ ગેસ લીક ​​થઈ જાય અને નજીકમાં તણખો, માચિસ કે વીજળીનો સ્પાર્ક આવી જાય, તો તરત જ આગ કે વિસ્ફોટ થઈ શકે છે. આ જ કારણથી નિષ્ણાતો તેને 'હરતો-ફરતો બોમ્બ' કહે છે. ખરેખરમાં પ્લાસ્ટિકના ફુગ્ગા ગેસ રાખવા માટે બન્યા જ નથી હોતા, તે ખૂબ નબળા હોય છે તેથી તેમાં ભરેલો ગેસ ખૂબ જ ઝડપથી લીક થઈ શકે છે. જો સહેજ પણ દબાણ આવે, ક્યાંક ઘસાય કે વધુ ગરમી થઈ જાય, તો ફુગ્ગો ફાટી શકે છે. ફાટતાં જ ગેસ ઝડપથી બહાર નીકળશે અને તરત જ આગ પકડી શકે છે.
Read Original Article →