ચોરોએ લીધો ‘કિટકેટ બ્રેક...’:4 લાખથી વધુ ચોકલેટ લઈને ઇટલીથી પોલેન્ડ જતી ટ્રક રહસ્યમયી રીતે ગાયબ થઈ, કંપનીએ આપ્યા ફની રિએક્શન

International3/30/2026, 4:41:40 AM
ચોરોએ લીધો ‘કિટકેટ બ્રેક...’:4 લાખથી વધુ ચોકલેટ લઈને ઇટલીથી પોલેન્ડ જતી ટ્રક રહસ્યમયી રીતે ગાયબ થઈ, કંપનીએ આપ્યા ફની રિએક્શન
સ્વિસ ફૂડ જાયન્ટ નેસ્લેને મોટો ઝટકો લાગ્યો જ્યારે યુરોપમાં 12 ટન કિટકેટ ચોકલેટ લઈને જતો એક ટ્રક ગુમ થઈ ગયો. ઇસ્ટર પહેલા થયેલી આ ચોરીને કારણે કિટકેટના વેચાણમાં ઘટાડો થયો છે. આ દરમિયાન, નેસ્લેએ ઇટલીમાં અસામાન્ય ચોકલેટ ચોરીના અહેવાલોની પુષ્ટિ કરી છે. આ ઘટના 26 માર્ચના રોજ બની હોવાનું કહેવાય છે, જ્યારે યુરોપમાં વિતરકોને પહોંચાડવામાં આવી રહેલા કિટકેટ ચોકલેટ બારનો મોટો જથ્થો ચોરાઈ ગયો હતો - અથવા તો ચોકલેટ બારથી ભરેલો આખો ટ્રક અચાનક ગુમ થઈ ગયો હતો. 12 ટન ચોકલેટ બાર લઈને જતો ટ્રક કોઈ નિશાન છોડ્યા વિના જ ગુમ થઈ ગયો હતો. 12 ટન કિટકેટ ચોકલેટ ભરેલી એક ટ્રક ચોરાઈ ગઈ હતી અહેવાલો અનુસાર, કંપનીએ જણાવ્યું હતું કે ટ્રકમાં 4,13,793 યુનિટ ચોકલેટ હતી. આ ટ્રક ઇટલીથી પોલેન્ડ જઈ રહી હતી અને રસ્તામાં ઘણા દેશોમાં ચોકલેટ પહોંચાડવાની હતી. જોકે, તે અધવચ્ચે જ ગુમ થઈ ગઈ હતી, અને ચોરીનું ચોક્કસ લોકેશન હજુ સુધી જાણી શકાયુ નથી. ચોરાયેલી ચોકલેટ્સ કિટકેટની નવી ફોર્મ્યુલા વન (F1) લાઇનની હતી. ગયા વર્ષે કંપની રેસિંગ સ્પોર્ટની સત્તાવાર ચોકલેટ બની ત્યારથી આ ચોકલેટ્સ રેસ કાર જેવો આકારમાં ઢાળવામાં આવી રહી છે. નેસ્લેના પ્રવક્તાએ ધ એથ્લેટિકને જણાવ્યું હતું કે ચોરાયેલી ટ્રક અને ચોકલેટ્સ હજુ સુધી મળી નથી. આ મોટા પાયે કિટકેટ ચોરીમાં કોઈને ઈજા થઈ હોવાના પણ અહેવાલ નથી. ચોકલેટની કાળાબજારી થવાની આશંકા નેસ્લે ચેતવણી આપી છે કે ચોરાયેલી કિટકેટ ચોકલેટ યુરોપમાં ગેરકાયદેસર વેચાણ ચેનલોમાં પહોંચી શકે છે. કંપનીએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે આ માલ વિવિધ બજારોમાં ગેરકાયદેસર રીતે વેચાઈ શકે છે. ચોકલેટ ચોરી પર કંપનીના ફની રિએક્શન કંપનીને ડર છે કે તેની ચોકલેટ ગેરકાયદેસર બજારમાં વેચાઈ શકે છે. નેસ્લેએ આ ઘટના પર તેના કિટકેટ સ્લોગન દ્વારા ફની રિએક્શન આપ્યા છે. એક નિવેદનમાં, તેણે લખ્યું, “અમે હંમેશા લોકોને કિટકેટ સાથે બ્રેક લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, પરંતુ એવું લાગે છે કે ચોરોએ આ મેસેજને થોડો વધારે ગંભીરતાથી લીધો અને અમારી 12 ટનથી વધુની ચોકલેટ સાથે બ્રેક લીધો.” વધુમાં લખ્યું-"અમે ગુનેગારોના અસામાન્ય નિર્ણયોની પ્રશંસા કરીએ છીએ, પરંતુ અમે એ હકીકતને અવગણી શકીએ નહીં કે ચોરી તમામ કદના વ્યવસાયો માટે સમસ્યા બની રહી છે," નેસ્લેએ એવું પણ લખ્યું કે તેઓ તેમના અનુભવ શેર કરીને લોકોમાં આ ગુના વિશે જાગૃતિ લાવવા માંગે છે. બેચ કોડ ચોરોને ટ્રેક કરવામાં મદદ કરશે કંપનીએ વધુમાં સમજાવ્યું કે દરેક ચોકલેટ બારમાં એક બેચ કોડ હોય છે જેને પોલીસ ચોરાયેલા માલને ઓળખવા માટે શોધી શકે છે. યુરોપિયન ન્યૂઝ સાઇટ DW અનુસાર, કંપનીએ જણાવ્યું હતું કે, "જો કોઈ મેચ મળે છે, તો સ્કેનરને કિટકેટને કેવી રીતે ચેતવણી આપવી તે અંગે સ્પષ્ટ સૂચનાઓ પ્રાપ્ત થશે, જે પછી પુરાવા યોગ્ય રીતે શેર કરશે."
Read Original Article →