મેલોનીને જોઈને મેક્રોને કંટ્રોલ ગુમાવ્યો:બથ ભરીને બે કિસ કરી લીધી, મેલોની ઘડીક તો ગભરાઈ ગયાં; ફ્રાન્સના રાષ્ટ્રપતિની હરકતનો વીડિયો વાયરલ

International4/19/2026, 9:16:13 AM
મેલોનીને જોઈને મેક્રોને કંટ્રોલ ગુમાવ્યો:બથ ભરીને બે કિસ કરી લીધી, મેલોની ઘડીક તો ગભરાઈ ગયાં; ફ્રાન્સના રાષ્ટ્રપતિની હરકતનો વીડિયો વાયરલ
યુરોપિયન દેશો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી કેવી રીતે ખોલવું તેની યોજના બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જોકે, જ્યારે આ નેતાઓ મળ્યા ત્યારે એક એવી ક્ષણ બની જે વાયરલ થઈ ગઈ. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મળ્યા. મેલોની રેડ સૂટમાં કારમાંથી ઉતર્યા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કંટ્રોલ ના રાખી શક્યા ને મેલોનીને બથ ભરીને બે કિસ કરી લીધી. જ્યોર્જિયા મેલોની મેક્રોનની હરકતથી ઘડીક તો ગભરાઈ ગયાં, પછી સ્થિતિ સંભાળી લીધી. આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પે નિશાન બનાવ્યા છે. તેમણે તેમની પત્ની, બ્રિજિટ મેક્રોન અંગે ટ્રમ્પના ટોણાનો સામનો કર્યો હતો. પશ્ચિમી મીડિયામાં તેમની ઉંમરનો તફાવત, અંગત જીવન અને અન્ય વિવિધ મુદ્દાઓની પણ મજાક ઉડાવવામાં આવી હતી. પરિણામે, મેક્રોનનું અંગત જીવન પણ ખૂબ ગપસપનો વિષય બની ગયું છે. દરમિયાન ઇટાલીના વડા પ્રધાનને બંને ગાલ પર કિસ કરીને અભિવાદન કરતા તેમના એક વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ટોકિંગ પોઈન્ટ આપી દીધો છે. મેક્રોનના હાવભાવ પછી મેલોની થોડાં અસ્વસ્થ દેખાયાં હતાં. 18 સેકન્ડનો વાયરલ વીડિયો જુઓ… મેક્રોને જે રીતે ગ્રીટ કર્યું, તે જોઈને મેલોની ગભરાયાં મેલોની અને મેક્રોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત કરતા દેખાય છે. બંને નેતાઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દા પર ચર્ચા કરવાના હતા પરંતુ તે પહેલાં મેક્રોને મેલોનીને યુરોપિયન સ્ટાઈલમાં બંને ગાલ પર કિસ કરી. મેલોની થોડાં અસ્વસ્થ થઈ જાય છે પછી સ્થિતિ સંભાળી લે છે. તે પગથિયાં ચડીને ફોટો પડાવવા ઊભા રહે છે, ત્યારે પણ મેક્રોન મેલોનીનો હાથ પકડી લે છે. આ વીડિયો ફક્ત 18 સેકન્ડનો જ છે, પરંતુ તેનાથી ભારતીય સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સે લખ્યું, "હવે મેક્રોન તેની પત્નીને ભૂલી ગયા છે." કેટલાક લોકોએ ટિપ્પણી કરી તેને મેક્રોન અને તેની પત્નીના પહેલાના વીડિયો સાથે જોડી દીધો. કેટલાકે તેને ડિપ્લોમસીનું નવું સ્વરૂપ ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ તેની મજાક ઉડાવી. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે આ એક સામાન્ય યુરોપિયન ગ્રીટ છે, સ્વાગત કરવાની પરંપરા છે. પરંતુ એવા સમયે જ્યારે મેક્રોન પહેલાથી જ બ્રિગિટને લઈને વિવાદમાં ફસાયેલા છે ત્યારે આ વીડિયો વધુ વાયરલ થયો છે. ઘણા ઓછાને ખબર હશે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સ્ટુડન્ટ હતા અને બ્રિગેટ તેની ટીચર હતી ત્યારે બ્રિગેટની દીકરીને મેક્રોન પસંદ હતા. પણ મેક્રોનને તેની ટીચર બ્રિગેટ પસંદ હતી એટલે તેણે મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરી લીધાં.
Read Original Article →