જૈશ-એ -મોહમ્મદના આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય:જૈશે કબૂલ્યું, એ રાત્રે આકાશમાંથી આગ વરસતી હતી; બહાવલપુરના ગઢને ઊભો કરવા પાક. સરકારે 25 કરોડ આપ્યા

International5/10/2026, 12:57:13 PM
જૈશ-એ -મોહમ્મદના આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય:જૈશે કબૂલ્યું, એ રાત્રે આકાશમાંથી આગ વરસતી હતી; બહાવલપુરના ગઢને ઊભો કરવા પાક. સરકારે 25 કરોડ આપ્યા
આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદને આજે પણ ઓપરેશન સિંદૂરનો ભય છે. આતંકીઓ એ વિચારીને ફફડી રહ્યા છે કે ગમે ત્યારે, ગમે ત્યાંથી ભારતીય સેનાની મિસાઈલ આવશે. જૈશ-એ -મોહમ્મદે ઉર્દૂમાં એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેમાં ભય સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ બહાવલપુરમાં જ્યાં જૈશનું હેડક્વાર્ટર હતું ત્યાં એક વર્ષથી એટલે ઓપરેશન સિંદૂર સ્થગિત થયું ત્યારથી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. જૈશના કેમ્પસમાં મસ્જિદ હતી, તેના ગુંજબ તૂટી પડ્યા હતા તેને ફરીથી બનાવાઈ રહ્યા છે અને અંદર પણ મોટાપાયે રિપેરિંગ કામ થઈ રહ્યું છે. સૂત્રો અનુસાર, બહાવલપુર સ્થિત આ પરિસરમાં તૂટેલા ગુંબજોને ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મિસાઈલ હુમલાઓથી ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને નવું માળખું પણ તૈયાર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકઝ સુભાનઅલ્લાહને લઈને ફરી એકવાર મોટા દાવાઓ સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, 2025માં થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારે નુકસાન વેઠ્યા બાદ હવે આ પરિસરનું ફરીથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પુનર્નિર્માણ માટે પાકિસ્તાન સરકારે લગભગ 25 કરોડ રૂપિયા આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર 2025માં ફંડ જારી થયા બાદ માર્ચ 2026થી નિર્માણ કાર્ય ઝડપી કરી દેવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, બહાવલપુર સ્થિત આ પરિસરમાં તૂટેલા ગુંબજોને ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મિસાઈલ હુમલાઓથી ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને નવું માળખું પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પાકિસ્તાનના વિશેષ સુરક્ષા એકમોને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે. 7 મે 2025 ની રાત્રે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હાજર આતંકવાદી માળખા પર સચોટ એરસ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહીમાં બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ સેન્ટર મરકઝ સુભાનઅલ્લાહને નિશાન બનાવવામાં આવ્યું હતું. મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું હતું. ઘણા ગુંબજ ધરાશાયી થયા હતા. અને સમગ્ર પરિસરમાં મોટા પાયે તબાહી થઈ હતી. ભારત માટે આ મામલો શા માટે મહત્વનો છે? બહાવલપુર લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય ગઢ રહ્યો છે. બહાવલપુરમાં આ જમીન પર આતંકવાદી માળખાં સક્રિય છે અને તેમને પાકિસ્તાની સરકારનું સંરક્ષણ મળે છે. એવામાં, જો જૈશ સાથે સંકળાયેલા માળખાનું ફરીથી નિર્માણ થઈ રહ્યું છે, તો તેને ભારતની સુરક્ષા ચિંતાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી, ડ્રોન ગતિવિધિઓ અને આતંકવાદી નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ હાઈ એલર્ટ પર છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓમાં હજુ પણ ઓપરેશન સિંદૂરનો ડર સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદી સંગઠન જૈશના નિવેદન પરથી ઓપરેશન સિંદૂરની રાતનો ડરનો અંદાજ લગાવી શકાય છે. પોસ્ટમાં લખ્યું છે કે, "તે રાત ખૂબ જ વિચિત્ર હતી. ઉપરથી આગ વરસી રહી હતી અને જાણે આકાશમાંથી સુગંધ ઉતરી રહી હોય. જોરદાર ધડાકા થઈ રહ્યા હતા, પરંતુ તે જ વચ્ચે "અલ્લાહુ અકબર"ના નારા ગુંજી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે જૂના સમયના દ્રશ્યો આંખો સામે આવી ગયા હોય, જાણે કુરાનમાં વર્ણવેલા દ્રશ્યો ફરીથી દેખાઈ રહ્યા હોય. મનમાં આવ્યું કે તે આયતોને લખી દઉં જેમની ઝલક તે દિવસે જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર ઉતરી રહી હતી, પરંતુ એક નાના પત્રમાં એટલી જગ્યા હોતી નથી." ત્યાં જ એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં જૈશની મહિલા વિંગ જમાત-અલ-મોમિનાતમાં જેહાદી મહિલાઓની ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે- 'છેલ્લા ત્રણ દિવસમાં 'અલ-મોમિનાત'ના કામ પર અલ્લાહની ખાસ રહેમત અને મદદ રહી. અલહમદુલિલ્લાહ, હજારો મહિલાઓ સુધી દીનનો પૈગામ પહોંચ્યો. આ ઉપરાંત 2200થી વધુ મહિલાઓને 'અલ-મોમિનાત'ની સદસ્યતા મળી. અલ્લાહતાલા આપણા બધા અને તમામ મોમિનાત પર પોતાની ફઝ્લ અને રહેમત બનાવી રાખે.' આ સાથે જ પોસ્ટમાં ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશના ગઢ બહાવલપુરમાં જૈશના હેડ ક્વાર્ટર મસ્જિદ સુભાન અલ્લાહ સહિત ત્રણ મોટા મરકજોને નષ્ટ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ત્રણ મરકજ શહીદ થયા પરંતુ તે ફરીથી આબાદ થઈ ગયા અને બાર નવી મસ્જિદોનું નિર્માણ શરૂ થઈ ગયું છે.
Read Original Article →