ઈરાન-અમેરિકાનો વાટાઘાટોનો બીજો રાઉન્ડ:47 વર્ષ પછી બંને દેશોની આમને-સામને વાતચીત; ઈરાનની માગ- લેબનોન પર હુમલા તાત્કાલિક બંધ કરો

International4/11/2026, 6:38:00 PM
ઈરાન-અમેરિકાનો વાટાઘાટોનો બીજો રાઉન્ડ:47 વર્ષ પછી બંને દેશોની આમને-સામને વાતચીત; ઈરાનની માગ- લેબનોન પર હુમલા તાત્કાલિક બંધ કરો
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ બે કલાક ચાલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને લેબનોન પર ઇઝરાયલી હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી. થોડા વિરામ પછી રાત્રે 9-30 વાગ્યે બંને દેશો વચ્ચે બીજો રાઉન્ડ શરૂ થયો છે. એક્સપર્ટ માને છે કે બીજા રાઉન્ડના અંતમાં સુખદ સમાધાન થઈ જાય તેવું લાગે છે. નિષ્ણાતોએ બેઠકમાં સિકયોરિટી, પોલિટિક્સ, મિલિટરી, ફાયનાન્સ અને કાનૂની મુદ્દાઓ પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે યુએસ પક્ષનું નેતૃત્વ કર્યું, જ્યારે સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાની પક્ષનું નેતૃત્વ કર્યું. આ બેઠક આવતીકાલે પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. 47 વર્ષ પહેલાં 1979માં ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી આ પહેલી વાર હતું જ્યારે બંને દેશોના નેતાઓએ આટલા મોટા પાયે સામ-સામે વાતચીત કરી હતી. અગાઉ, ઈરાને કહ્યું હતું કે જો ઈસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ જાય, તો ઇઝરાયલને ફક્ત દોષી ઠેરવી શકાય નહીં. ઇઝરાયલ અને અમેરિકા એકબીજા સાથે જોડાયેલા છે, અને તેથી, જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો અમેરિકા પણ જવાબદાર રહેશે. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
Read Original Article →