ટ્રમ્પે કહ્યું- ઈરાન યુદ્ધમાં જીત મળી:તેમની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નેવી ખતમ, સેના અમારા કંટ્રોલમાં; 2-3 અઠવાડિયામાં મોટો હુમલો કરીશું

International4/1/2026, 11:52:40 PM
ટ્રમ્પે કહ્યું- ઈરાન યુદ્ધમાં જીત મળી:તેમની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નેવી ખતમ, સેના અમારા કંટ્રોલમાં; 2-3 અઠવાડિયામાં મોટો હુમલો કરીશું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન યુદ્ધમાં જીત મળી છે. સાથે જ ચેતવણી આપી કે અમેરિકા 2-3 અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરશે. ટ્રમ્પે આગળ જણાવ્યું કે ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમની સૈન્ય તાકાત ઘણી નબળી પડી ગઈ છે. આ સૈન્ય અભિયાનનો મુખ્ય હેતુ પૂરો થવા જઈ રહ્યો છે. ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી હતી કે જો કરાર નહીં થાય, તો અમેરિકા ઈરાનને 'સ્ટોન એજ' એટલે કે 'પાષણકાળ'માં મોકલી દેશે. જોકે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને નવું નેતૃત્વ પહેલા કરતા ઓછું કટ્ટર છે. ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત NASA ની ટીમને આર્ટેમિસ-II ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન આપીને કરી. તેમણે ચંદ્રની યાત્રા પર જઈ રહેલા ક્રૂના પણ વખાણ કર્યા. ટ્રમ્પના સંબોધનની મોટી વાતો ટ્રમ્પના રાષ્ટ્રજોગ સંબોધન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો...
Read Original Article →