ઈરાન યુદ્ધ પર ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ:અમેરિકા ડીલ ઇચ્છે છે; ઇઝરાયલે કહ્યું- હુમલો ન અટકવો જોઈએ, જો આવું કર્યું તો ભૂલ ગણાશે

International5/21/2026, 6:55:00 PM
ઈરાન યુદ્ધ પર ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ:અમેરિકા ડીલ ઇચ્છે છે; ઇઝરાયલે કહ્યું- હુમલો ન અટકવો જોઈએ, જો આવું કર્યું તો ભૂલ ગણાશે
ઈરાન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. CNNના રિપોર્ટ અનુસાર, નેતન્યાહુ ઈચ્છે છે કે ઈરાન પર હુમલા ચાલુ રહે, જ્યારે ટ્રમ્પ હાલમાં વાતચીત અને ડીલને તક આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા રોકવા એ ભૂલ છે અને સૈન્ય કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. CNN અનુસાર, ટ્રમ્પે રવિવારે નેતન્યાહુને જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન પર નવા ટાર્ગેટેડ હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન સ્લેજહેમર’ નામ આપવામાં આવવાનું હતું. પરંતુ લગભગ 24 કલાક પછી ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે મંગળવાર માટે નિર્ધારિત હુમલાઓને હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને UAE જેવા ખાડી દેશોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગને વાંચો…
Read Original Article →