અમેરિકી હુમલામાં દિલ્હી આવનારું ઈરાની વિમાન ક્ષતિગ્રસ્ત:મશહદ એરપોર્ટ પર ઊભું હતું, ભારતથી રાહત સામગ્રી લઈ જવાની હતી

International3/29/2026, 6:33:00 PM
અમેરિકી હુમલામાં દિલ્હી આવનારું ઈરાની વિમાન ક્ષતિગ્રસ્ત:મશહદ એરપોર્ટ પર ઊભું હતું, ભારતથી રાહત સામગ્રી લઈ જવાની હતી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 31મો દિવસ છે. ઇરાનમાં સોમવારે મહાન એરલાઇન્સનું એક વિમાન અમેરિકી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયું. આ વિમાન મશહદ એરપોર્ટ પર ઊભું હતું અને નવી દિલ્હી આવવાનું હતું. તેનો હેતુ ભારતમાંથી દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી લઈ જવાનો હતો. બીજી તરફ યુરોપિયન યુનિયન (EU)એ ઇરાન પર લાગેલા માનવાધિકાર સંબંધિત પ્રતિબંધોને એક વર્ષ માટે વધુ લંબાવ્યા છે. હવે આ પાબંદીઓ 13 એપ્રિલ 2027 સુધી ચાલુ રહેશે. EUએ કહ્યું છે કે જે લોકો અને સંસ્થાઓ પર આ પ્રતિબંધો લાગુ છે, તેઓ યુરોપના દેશોમાં મુસાફરી કરી શકશે નહીં અને તેમની સંપત્તિઓ પણ જપ્ત અથવા ફ્રીઝ રહેશે. આ ઉપરાંત, ઇરાનને એવા ઉપકરણો મોકલવા પર પણ પ્રતિબંધ રહેશે જેનો ઉપયોગ લોકો પર નજર રાખવા અથવા તેમને દબાવવા માટે કરી શકાય છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
Read Original Article →