ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન-પાકિસ્તાનનું નિવેદન ફગાવ્યું:કહ્યું- બીજા દેશને ટિપ્પણી કરવાનો હક નથી; ચીને ઇતિહાસ સાથે જોડાયેલો વિવાદ ગણાવ્યો હતો

International5/27/2026, 2:54:18 AM
ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન-પાકિસ્તાનનું નિવેદન ફગાવ્યું:કહ્યું- બીજા દેશને ટિપ્પણી કરવાનો હક નથી; ચીને ઇતિહાસ સાથે જોડાયેલો વિવાદ ગણાવ્યો હતો
ભારતે ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગો છે. ભારતે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પરિયોજનાઓ પર પણ સખત વાંધો ઉઠાવ્યો. આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની ચીન યાત્રા બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનના જવાબમાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ચીનને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે જાણકારી આપી. ત્યારબાદ ચીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઇતિહાસ સાથે જોડાયેલો વિવાદ છે અને તેનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, UNSC પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો હેઠળ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. ભારતે ચીનના CPECનો વિરોધ પણ કર્યો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે CPECના કેટલાક પ્રોજેક્ટ ભારતના તે વિસ્તારમાંથી પસાર થાય છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર અને બળજબરીથી કબજો જમાવ્યો છે. ભારત કોઈપણ આવા પ્રયાસનો વિરોધ કરે છે, જે પાકિસ્તાનના કબજાને મજબૂત કરવા અથવા કાયદેસરતા આપવાનો પ્રયાસ કરે. ભારતે ચીન અને પાકિસ્તાન વચ્ચેના કથિત ટ્રાન્સ-બાઉન્ડ્રી વોટર રિસોર્સિસ કોઓપરેશન પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે કોઈ સામાન્ય સરહદ નથી. ભારતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેણે 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા આપી નથી. આ કરાર હેઠળ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની શક્સગામ ખીણનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો, જેના પર તેણે 1948માં ગેરકાયદેસર કબજો કર્યો હતો. CPEC પ્રોજેક્ટમાં ચીન રોડ, પોર્ટ, રેલ લાઇન બનાવશે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. તેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. તેમાં ચીનના શિનજિયાંગ પ્રાંતથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી 60 બિલિયન ડોલર (લગભગ 5 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આના દ્વારા ચીનની અરબી સમુદ્ર સુધી પહોંચ થઈ જશે. CPEC હેઠળ ચીન રોડ, બંદર, રેલવે અને ઊર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. ભારતને CPEC સામે વાંધો CPECથી ચીનને શું ફાયદો?
Read Original Article →