70 કલાકની નોન-સ્ટોપ ગેમિંગ:જર્મનીમાં કેક્ટસ-2026: બે હજાર ગેમર્સનું કમ્પ્યુટર સામે જ ખાવું-સૂવું
આ તસવીર જર્મનીના લીપઝિગ શહેરની છે, જ્યાં ગેમિંગનો સૌથી મોટો મહાકુંભ ‘કેક્ટસ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 40,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ વિશાળ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ જર્મનીની સૌથી મોટી LAN (લૅન) પાર્ટી છે. અહીં ગેમિંગ, ટેકનોલોજી અને કોમ્યુનિટી સાથે જોડાયેલા 2,000 ગેમર્સ પોતાના કમ્પ્યુટર સેટઅપ સાથે 70 કલાક સુધી સતત ગેમ રમવાનો રોમાંચ અનુભવે છે. આ ઇવેન્ટ દરમિયાન ગેમર્સ અહીં જ રહે છે, અહીં જ ખાય છે અને સૂવે પણ છે. આ વર્ષે પહેલીવાર 18+ વય જૂથ માટે ખાસ ‘Lvl 18 એરિયા' બનાવવામાં આવ્યો છે, જ્યારે ‘FYNG સિટી' ઝોનમાં લોકો ભવિષ્યમાં આવનારી નવી ગેમ્સનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત, 5,000 ચોરસ મીટરમાં ફેલાયેલા ટેબલટોપ અને કાર્ડ ગેમ્સ ઝોન સાથે-સાથે કોસપ્લે સ્પર્ધાઓ, અત્યાધુનિક ટેકનોલોજી અને ફ્રી-પ્લે સ્ટેશન્સ પણ દર્શકોને આકર્ષી રહ્યા છે. આ સમગ્ર મનોરંજન એરિયામાં 12 વર્ષથી ઉપરના બાળકો ભાગ લઈ શકે છે, જ્યારે 70 કલાકની મુખ્ય LAN પાર્ટી માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.
Read Original Article →