અમેરિકા-કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક કેમિકલ ટેન્ક લીક:ઝેરી ગેસ-ટેન્ક ફાટવાનું જોખમ; 40 હજાર લોકોએ ઘર છોડ્યું, સ્કૂલો બંધ, શેલ્ટર ફુલ

International5/24/2026, 5:22:11 AM
અમેરિકા-કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક કેમિકલ ટેન્ક લીક:ઝેરી ગેસ-ટેન્ક ફાટવાનું જોખમ; 40 હજાર લોકોએ ઘર છોડ્યું, સ્કૂલો બંધ, શેલ્ટર ફુલ
અમેરિકાના કેલિફોર્નિયામાં કેમિકલ ટેન્ક લીક થયું હતું. ડિઝનીલેન્ડ થીમ પાર્કથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલી એરોસ્પેસ ફેક્ટરીમાં રાખેલો કેમિકલ ટેન્ક શુક્રવારે ઓવરહીટ થઈ હતી. આ પછી આસપાસના લગભગ 40 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. ઘણી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે અને રાહત શિબિરો ખોલવામાં આવ્યા છે, જે હવે ફુલ થઈ ગયા છે. આ ઘટના કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા ગાર્ડન ગ્રોવ શહેરની છે. અહીં GKN એરોસ્પેસ નામની કંપનીમાં મિથાઈલ મેથાક્રિલેટ નામનું રસાયણ રાખેલું પ્રેશરાઈઝ્ડ ટેન્ક ગરમ થઈ ગયું અને તેમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો. ઓરેન્જ કાઉન્ટી ફાયર ઓથોરિટીના અધિકારીઓ અનુસાર, ટેન્ક ફાટી શકે છે અથવા તેમાં તિરાડ પડી શકે છે, જેનાથી ઝેરી કેમિકલ જમીન પર ફેલાઈ શકે છે. ટેન્કમાં પ્લાસ્ટિક બનાવતું કેમિકલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેન્કમાં લગભગ 22,700 થી 26,500 લિટર પ્લાસ્ટિક બનાવતું ખતરનાક કેમિકલ મિથાઈલ મેથાક્રિલેટ ભરેલું છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ ગંભીર છે અને ટાંકીને ફાટતી અટકાવવાના પ્રયાસો ચાલુ છે. લોકોને અફવાઓ અને બિનજરૂરી કોલથી બચવા અપીલ કરવામાં આવી છે. 6 શહેરોના લોકોને બહાર કાઢવામાં આવ્યા શરૂઆતમાં માત્ર ગાર્ડન ગ્રોવના લોકોને ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જોખમ વધતા ઓરેન્જ કાઉન્ટીના અન્ય પાંચ શહેરો સાયપ્રસ, સ્ટેન્ટન, અનાહેમ, બુએના પાર્ક અને વેસ્ટમિંસ્ટરના કેટલાક વિસ્તારોમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડિઝનીલેન્ડના બંને થીમ પાર્ક હાલમાં ઇવેક્યુએશન ઝોનમાં સામેલ નથી. પ્રશાસને ત્રણ હાઈસ્કૂલ સહિત ઘણી જગ્યાએ શેલ્ટર હોમ બનાવ્યા છે, જ્યાં લોકોને અસ્થાયી રૂપે રાખવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ ઘટનામાં કોઈના ઘાયલ થવા કે મૃત્યુના સમાચાર નથી. કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે તે ઇમરજન્સી સેવાઓ અને નિષ્ણાત ટીમો સાથે મળીને સ્થાનિક લોકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે. ટેન્કને ઠંડુ કરવાના પ્રયાસ ચાલુ ફાયર ટીમ ડ્રોનની મદદથી સતત ટેન્કના તાપમાન પર નજર રાખી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ થયેલા બે ટેન્કમાંથી એકને ઠીક કરી લેવામાં આવ્યો છે, પરંતુ બીજી ટેન્ક હજુ પણ સૌથી મોટા જોખમની સ્થિતિમાં છે. ટીમ સતત પાણી અને અન્ય તકનીકોની મદદથી ટેન્કને ઠંડું કરવાની કોશિશ કરી રહી છે. પ્રશાસને સાવચેતીના ભાગરૂપે રેતીની બોરીઓથી બેરિયર તૈયાર કર્યા છે જેથી જો કેમિકલ લીક થાય તો તે ગટરો, સમુદ્ર કે આસપાસ સુધી ન પહોંચી શકે. ઝેરી ગેસથી શ્વાસ અને આંખો પર અસર ઓરેન્જ કાઉન્ટીના હેલ્થ ઓફિસર ડો. રેજીના ચિન્સિયો-ક્વોંગે જણાવ્યું કે આ કેમિકલ અત્યંત જ્વલનશીલ અને ઝેરી છે. જો તેનું તાપમાન વધે તો તેમાંથી નીકળતો ગેસ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, ખંજવાળ, માથાનો દુખાવો અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ------------------------------ આ સમાચાર પણ વાંચો… ચીનની કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 90 લોકોના મોત: 247 મજૂરો કામ કરી રહ્યા હતા; જિનપિંગ બોલ્યા- ગુનેગારોને છોડવામાં આવશે નહીં ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચીનમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી કોલસા ખાણ દુર્ઘટના માનવામાં આવી રહી છે. વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો. આ વિસ્તાર બેઇજિંગથી લગભગ 520 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →