રિપોર્ટઃ ઈરાનને ₹25 લાખ કરોડ રીકન્સ્ટ્રક્શન ફંડ મળશે:અમેરિકી કંપનીઓ રોકાણ કરશે; ટ્રમ્પે કહ્યું- પરમાણુ કાર્યક્રમ પર સહમતિ, ઈરાને ફગાવી

International5/30/2026, 1:56:58 AM
રિપોર્ટઃ ઈરાનને ₹25 લાખ કરોડ રીકન્સ્ટ્રક્શન ફંડ મળશે:અમેરિકી કંપનીઓ રોકાણ કરશે; ટ્રમ્પે કહ્યું- પરમાણુ કાર્યક્રમ પર સહમતિ, ઈરાને ફગાવી
અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત 60 દિવસના યુદ્ધવિરામ કરારની શરતોમાં ઈરાન માટે 300 અબજ ડોલર એટલે કે લગભગ 25 લાખ કરોડ રૂપિયાના ભંડોળ અને અમેરિકી કંપનીઓના રોકાણનો પ્રસ્તાવ સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એક ઈરાની અધિકારીએ તેને રિકન્સ્ટ્રક્શન પ્રોગ્રામ ગણાવ્યો. તેમણે કહ્યું કે અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી ઈરાનને આ આર્થિક મદદ આપવાનું વચન આપવામાં આવશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને પક્ષો પરમાણુ કાર્યક્રમ પર સહમતિની નજીક પહોંચી ગયા છે. ઈરાન પરમાણુ હથિયારો બનાવશે નહીં અને તેના એનરિચ્ડ યુરેનિયમને નષ્ટ કરવામાં આવશે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે પરમાણુ મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી. આ ઉપરાંત, ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે કરારના ડ્રાફ્ટમાં પરમાણુ સામગ્રીને નષ્ટ કરવા જેવી કોઈ શરત સામેલ નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
Read Original Article →