'વીર' ફેમ એક્ટ્રેસ ઝરીન ખાનના માતાનું અવસાન:લાંબા સમયથી બીમાર હતાં; થોડા કલાકો પહેલાં જ એક્ટ્રેસની પાળતું બિલાડીનું પણ મૃત્યુ થયું

Entertainment4/8/2026, 8:23:38 AM
'વીર' ફેમ એક્ટ્રેસ ઝરીન ખાનના માતાનું અવસાન:લાંબા સમયથી બીમાર હતાં; થોડા કલાકો પહેલાં જ એક્ટ્રેસની પાળતું બિલાડીનું પણ મૃત્યુ થયું
સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ઝરીન ખાનનાં માતા પરવીન ખાનનું આજે સવારે નિધન થયું. એક્ટ્રેસની ટીમે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. ઝરીનનાં માતા પરવીન લાંબા સમયથી બીમાર હતાં. ઘણી વખત અચાનક તબિયત બગડતા તેમને ઇમરજન્સીમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. લાંબા સમયથી બીમાર હતાં પરવીન ખાન ઝરીન ખાનની ટીમે સત્તાવાર નિવેદનમાં પરવીન ખાનના નિધનની પુષ્ટિ કરતા લખ્યું છે, 'આ જાણ કરવામાં આવે છે કે, અમારા પ્રિય પરવીન ખાન, જે ઝરીન ખાન અને સના ખાનના માતા, તેમનું 8 એપ્રિલે શાંતિપૂર્વક નિધન થયું.' નિવેદન અનુસાર, પરવીન ખાનના જનાજાની વિધિ આજે સવારે 10 વાગ્યે અંધેરી વેસ્ટના વર્સોવા મુસ્લિમ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. ઓક્ટોબર 2025માં દાખલ કરવામાં આવ્યા હતા ઝરીન ખાનના માતા પરવીન ખાન લાંબા સમયથી બીમાર હતા. ઓક્ટોબર 2025માં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને દુઆ કરવાની અપીલ કરી હતી. આ પહેલા મે મહિનામાં એક્ટ્રેસે માતાની સંભાળ રાખવા માટે બોલિવૂડમાંથી બ્રેક લીધો હતો. દિવ્ય ભાસ્કર સાથેના એક જૂના ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને તેની માતા વિશે કહ્યું હતું કે, 'મારી માતા ખૂબ જ સરળ મમ્મી છે. તેમને મારા કામ વિશે બહુ જાણકારી નથી. અમે ખૂબ જ સરળ બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. ભલે હું આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું, જેના વિશે લોકો માને છે કે, અમે ખૂબ જ ગ્લેમરસ જીવન જીવીએ છીએ, પરંતુ હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને તેમ છતાં, હું તેની સાથે જોડાયેલી છું. ગ્રાઉન્ડેડ હોવાને કારણે મારી માતા દરેક નાની વસ્તુથી ખુશ થાય છે. હું હંમેશા તેમના ચહેરા પર સ્મિત રાખવાનો પ્રયાસ કરું છું.' થોડા કલાકો પહેલા જ બિલાડીનું પણ નિધન થયું ઝરીન ખાનની માતાના અવસાનના સમાચાર આવ્યાના થોડા કલાકો પહેલા જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની પાલતુ બિલાડીના નિધનના સમાચાર આપ્યાં હતાં. તેણે ભાવુક થઈને લખ્યું હતું, 'મારી બેબી આજે સવારે મને હંમેશા માટે છોડીને તેના ભાઈ-બહેનો પાસે જતી રહી. તારી આત્માને શાંતિ મળે મારા બાળક. મારી રેમ્બો.' એક્ટ્રેસની બિલાડી 15 વર્ષની હતી. તેનો જન્મ 18 જુલાઈ 2011 ના રોજ થયો હતો અને અવસાન 7 એપ્રિલ 2026ના રોજ થયું. એક્ટ્રેસનું વર્કફ્રન્ટ કરિયરની વાત કરીએ તો, ઝરીન છેલ્લે 2021માં આવેલી ફિલ્મ 'હમ ભી અકેલે તુમ ભી અકેલે' માં જોવા મળી હતી. ઝરીને 2010માં આવેલી ફિલ્મ 'વીર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો. ત્યારબાદ તે 'હેટ સ્ટોરી 3', 'હાઉસફુલ 2', 'અક્સર 2' અને 'વજહ તુમ હો' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
Read Original Article →