ઝાકિર ખાનના 'બળતરા'વાળા નિવેદન પર અમીષા પટેલ લાલચોળ:કહ્યું- 'સુપરસ્ટાર્સ વર્ષોથી 'ગદર' મચાવી રહ્યા છે'; 'પઠાણ'ના ડિરેક્ટરે કોમેડિયનને મૂર્ખ ગણાવ્યો

Entertainment4/8/2026, 10:02:43 AM
ઝાકિર ખાનના 'બળતરા'વાળા નિવેદન પર અમીષા પટેલ લાલચોળ:કહ્યું- 'સુપરસ્ટાર્સ વર્ષોથી 'ગદર' મચાવી રહ્યા છે'; 'પઠાણ'ના ડિરેક્ટરે કોમેડિયનને મૂર્ખ ગણાવ્યો
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાનના ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આપેલા એક નિવેદન પર એક્ટ્રેસ અમીષા પટેલ અને ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ભડકી ઉઠ્યા છે. ખરેખર, તાજેતરમાં સ્ક્રીન એવોર્ડ્સ હોસ્ટ કરતી વખતે ઝાકિર ખાને કહ્યું હતું કે, '‘ધુરંધર 2’ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ગમે તેટલી પ્રશંસા કરે, પરંતુ ખરેખરમાં તેમને ફિલ્મથી બળતરા તો થાય છે.' 'નકારાત્મકતા ફેલાવવાનું બંધ કરો' અમીષા પટેલે ઝાકિર ખાનના આ નિવેદન પર જવાબ આપતા ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, ‘નકારાત્મકતા ફેલાવવાનું બંધ કરો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 'ધુરંધર'ને હંમેશા મહત્ત્વ અને સન્માન આપ્યું છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, સની દેઓલ, હૃતિક રોશન, અજય દેવગન જેવા સુપરસ્ટાર્સે ફક્ત એક નહીં પરંતુ 25થી વધુ મેગા હિટ ફિલ્મો આપી છે અને આગળ પણ આપતા રહેશે. ચિલ કરો, 'ગદર' તો બધાએ ઘણા વર્ષો પહેલા જ મચાવી રાખી છે અને આગળ પણ મચાવતા રહેશે.’ 'પઠાણ'ના ડિરેક્ટરે કોમેડિયનને મૂર્ખ ગણાવ્યો 'પઠાણ' અને 'ફાઈટર' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પણ ઝાકિર ખાનના નિવેદનની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘જુહુ-બાંદ્રાના લોકોએ છેલ્લા 50 વર્ષમાં તમામ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમના યોગદાનને ઓછું આંકવા માટે ખૂબ મોટા મૂર્ખ હોવું પડશે.’ ઝાકિર ખાનનું નિવેદન શું હતું? સ્ક્રીન એવોર્ડમાં ઝાકિર ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'લોકો ભલે ગમે તેટલા ‘ધુરંધર 2’ને અભિનંદન આપતી પોસ્ટ મૂકે, રીલ મૂકે કે પબ્લિક ઇન્ટરવ્યુમાં એમ કહે કે, આ તેમની મનપસંદ ફિલ્મ છે, પણ સાચું તો એ છે દોસ્તો કે, 'ધુરંધર'થી બધાને બળતરા તો થાય છે. જુઓ બોમ્બ ફિલ્મમાં ફૂટ્યો લ્યારીમાં, પણ ધુમાડો થયો છે જુહુથી બાંદ્રામાં.' જુહુ-બાંદ્રાથી ઝાકિરનો મતલબ હતો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો. જે મોટાભાગે તે જ જગ્યાએ રહે છે.
Read Original Article →