'સૈયારા'નો જાદુ ફરી ચાલશે!:અહાન પાંડે અને અનીત પડ્ડા સાથે મોહિત સૂરી રોમેન્ટિક ફિલ્મ બનાવશે, 2027માં રિલીઝ થશે

Entertainment4/16/2026, 4:37:27 AM
'સૈયારા'નો જાદુ ફરી ચાલશે!:અહાન પાંડે અને અનીત પડ્ડા સાથે મોહિત સૂરી રોમેન્ટિક ફિલ્મ બનાવશે, 2027માં રિલીઝ થશે
યશ રાજ ફિલ્મ્સ (YRF) ની હિટ ફિલ્મ ‘સૈયારા’ની ટીમ ફરી એકવાર સાથે આવી ગઈ છે. ડિરેક્ટર મોહિત સૂરી, અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી એક નવી ઇન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મમાં ફરી સાથે જોવા મળશે. ‘સૈયારા’ની રેકોર્ડ તોડ કમાણી પછી આ નવી ફિલ્મથી પણ દર્શકોને તેવી જ કેમેસ્ટ્રી અને હિટ મ્યુઝિકની અપેક્ષા છે. આ ફિલ્મ પણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. મેકર્સ તેને 2027માં દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. અહાન અને અનિતની જોડી ફરી સાથે જોવા મળશે અહાન પાંડે અને અનિત પડ્ડાની જોડી 'સૈયારા' પછીથી જ ઘણી લોકપ્રિય બની ગઈ છે. મેકર્સનું માનવું છે કે, આ નવી ફિલ્મમાં પણ દર્શકોને તેમની એ જ આકર્ષક કેમેસ્ટ્રી અને સહજ અભિનય જોવા મળશે. ફિલ્મની વાર્તા એક ભાવનાત્મક અને યાદગાર સફર જેવી હશે, જેમાં સંગીતનો મોટો રોલ હશે. 'આ ઘર વાપસી જેવું છે' આ ફિલ્મને લઈને ડિરેક્ટર મોહિત સૂરી ખૂબ ઉત્સાહિત છે. તેમણે કહ્યું, 'મારા માટે લવ સ્ટોરીઝ હંમેશા ખાસ રહી છે. જ્યારે લાગણીઓ એટલી ઊંડી થઈ જાય કે, તેમને અવગણવી મુશ્કેલ હોય, ત્યારે જ વાર્તા કહેવાની સાચી મજા છે.' ''સૈયારા'ની ટીમ સાથે ફરીથી કામ કરવું ઘર વાપસી જેવું છે. હું પોતાને એક નવા કલાકારની જેમ અનુભવી રહ્યો છું, આશા છે કે આ વખતે પણ મારું સંગીત લોકોના દિલને સ્પર્શશે.' 'સૈયારા' એ કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા હતા ભારતીય સિનેમાના ઇતિહાસમાં 'સૈયારા' સૌથી વધુ કમાણી કરનારી લવ સ્ટોરીઝમાંની એક તરીકે ઉભરી આવી હતી. સંપૂર્ણપણે નવા કલાકારો સાથે બનેલી આ ફિલ્મે ભારતમાં 338 કરોડ રૂપિયા (નેટ) અને વિશ્વભરમાં લગભગ 580 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.
Read Original Article →