આદિત્ય ધરના માથે 'ધુરંધર'ની સફળતા ચડી નથી:યામી ગૌતમે પતિના વખાણોના પૂલ બાંધ્યા, 3000 કરોડની કમાણી કર્યા બાદ હવે ડિરેક્ટર દીકરાને સંભાળવામાં વ્યસ્ત

Entertainment5/2/2026, 6:54:04 AM
આદિત્ય ધરના માથે 'ધુરંધર'ની સફળતા ચડી નથી:યામી ગૌતમે પતિના વખાણોના પૂલ બાંધ્યા, 3000 કરોડની કમાણી કર્યા બાદ હવે ડિરેક્ટર દીકરાને સંભાળવામાં વ્યસ્ત
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ના બંને ભાગોએ મળીને વર્લ્ડવાઇડ 3000 કરોડ રૂપિયાનું મોટું કલેક્શન કરી લીધું છે. આ મોટી સફળતા વચ્ચે યામી ગૌતમે પતિ અને ફિલ્મમેકર આદિત્ય ધરના વ્યવહાર અને તેની વિચારસરણી વિશે ઘણી વાતો શેર કરી છે. યામીનું કહેવું છે કે, આટલી મોટી સફળતા પછી પણ આદિત્યના ​​વલણમાં જરા પણ બદલાવ આવ્યો નથી અને તે પહેલાની જેમ જ નમ્ર છે. આદિત્ય પહેલાની જેમ જ નમ્ર યામીએ 'ગ્રાઝિયા ઇન્ડિયા' (મેગેઝિન)ને આપેલા ઇન્ટરવ્યુમાં આદિત્ય વિશે કહ્યું, 'એક વ્યક્તિ તરીકે અમારામાં કંઈ પણ બદલાયું નથી. આનું કારણ આદિત્યની પર્સનાલિટી છે. તેઓ બિલકુલ દેખાડો કરતા નથી અને અત્યંત નમ્ર છે. મેં તેમને જીવનના અલગ-અલગ તબક્કાઓમાંથી પસાર થતા જોયા છે.' યામીએ આગળ કહ્યું, 'ઘણા ઉતાર-ચઢાવ અને નબળી પળો પણ આવી, પરંતુ અમે ક્યારેય અમારી નિરાશા બહાર ન કાઢી. અમે બંને આધ્યાત્મિકતામાં વિશ્વાસ રાખીએ છીએ અને ભગવાનના આભારી છીએ.' 'માતાના સપોર્ટથી કામ કરી રહી છું' યામીએ માતૃત્વ અને કરિયરના સંતુલન પર પણ વાત કરી. તેણે કહ્યું, 'માતા બન્યા પછી હું કામ કરી રહી છું, તે મારા મજબૂત સપોર્ટ સિસ્ટમની મદદથી શક્ય બન્યું છે. મને મારા પરિવાર અને ખાસ કરીને મારી માતા પાસેથી ઘણી મદદ મળે છે.' 'આટલા નાના બાળકને સેટ પર લઈ જવું યોગ્ય નથી. બાળક તમારા હૃદયનો ટુકડો હોય છે, જ્યારે બંને માતા-પિતા કામ કરી રહ્યા હોય, ત્યારે તેને કોના ભરોસે છોડશો? તેથી પરિવારનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે.' હવે દીકરાને સમય આપી રહ્યો છે આદિત્ય યામીએ જણાવ્યું કે, હાલમાં તે કામમાં વ્યસ્ત છે અને આદિત્યની બંને ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, તેથી હવે આદિત્ય ઘરે પુત્ર વેદવિદ સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે કહ્યું, 'અમારી અને પરિવારની પ્રાથમિકતા હંમેશા બાળક રહ્યું છે.' 'બાળક માટે તમે પહેલાથી કંઈ પ્લાન કરી શકતા નથી, તમારે ફક્ત પ્રવાહ સાથે રહેવું પડે છે. હાલમાં આદિત્ય વેદવિદ સાથે રહી શકે છે, જે અમારા માટે સૌથી મોટી ખુશી છે.' 'હક'માં યામીની એક્ટિંગે સૌને પ્રભાવિત કર્યાં યામી ગૌતમે 2025માં રિલીઝ થયેલી ફિલ્મ 'હક'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 'હક'માં યામી ગૌતમ ઉપરાંત ઇમરાન હાશ્મી, શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ હતા. ફિલ્મની વાર્તા લિંગ સમાનતા (જેન્ડક ઇક્વાલિટી), ન્યાય અને વ્યક્તિગત ગૌરવ જેવા મુદ્દાઓ પર આધારિત હતી. વાર્તામાં, શાઝિયા (યામી ગૌતમ) તેના પતિ (ઇમરાન હાશ્મી) દ્વારા બીજી વાર લગ્ન કરવા અને તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવા પર અદાલતનો આશ્રય લે છે. જંગલી પિક્ચર્સ, ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોના સહયોગથી બનેલી આ ફિલ્મ નવેમ્બર 2025માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેને 2 જાન્યુઆરી 2026ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
Read Original Article →