'શાહ બાનો' બનવા યામી ગૌતમે ચાર મહિના કુરાન વાંચી:'હક'ના ડિરેક્ટરે કહ્યું, 'ઇસ્લામિક કાયદો સમજવામાં ટીમને દોઢ વર્ષ લાગ્યું હતું'

Entertainment4/24/2026, 7:47:49 AM
'શાહ બાનો' બનવા યામી ગૌતમે ચાર મહિના કુરાન વાંચી:'હક'ના ડિરેક્ટરે કહ્યું, 'ઇસ્લામિક કાયદો સમજવામાં ટીમને દોઢ વર્ષ લાગ્યું હતું'
યામી ગૌતમ અને ઇમરાન હાશ્મી સ્ટારર 'હક' ફિલ્મને દર્શકો તરફથી ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી. ફિલ્મમાં યામી ગૌતમે શાહ બાનોની ભૂમિકામાં પોતાનો જીવ રેડી દીધો હતો. ત્યારે યામીએ પાત્રની તૈયારી અને ફિલ્મની પ્રામાણિકતા જાળવી રાખવા માટે લગભગ ચાર મહિના સુધી કુરાન વાંચી હતી. આ વાત ફિલ્મના ડિરેક્ટર સુપર્ણ વર્માએ 'બીબીસી એશિયન નેટવર્ક'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી. 'ટ્રિપલ તલાક અને મહેર જેવા મુદ્દાને સાચા સંદર્ભમાં દર્શાવવાનો પ્રયાસ' સુપર્ણ વર્માએ જણાવ્યું કે, 'ફિલ્મના રિસર્ચ દરમિયાન ઇસ્લામિક કાયદાને સમજવામાં ટીમને લગભગ દોઢ વર્ષ લાગ્યું હતું. ફિલ્મમાં કુરાનના સંદર્ભો અને સંવાદો વાસ્તવિકતા સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેથી અંતમાં 'ઇકરા' જેવા શબ્દનું વિશેષ મહત્વ રાખવામાં આવ્યું હતું. ફિલ્મમાં ટ્રિપલ તલાક અને મહેર જેવા મુદ્દાઓને સાચા સંદર્ભમાં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.' યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી ફિલ્મ 'હક'માં યામી ગૌતમ ઉપરાંત ઇમરાન હાશ્મી, શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ હતા. ફિલ્મની વાર્તા લિંગ સમાનતા (જેન્ડક ઇક્વાલિટી), ન્યાય અને વ્યક્તિગત ગૌરવ જેવા મુદ્દાઓ પર આધારિત હતી. વાર્તામાં, શાઝિયા (યામી ગૌતમ) તેના પતિ (ઇમરાન હાશ્મી) દ્વારા બીજી વાર લગ્ન કરવા અને તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવા પર અદાલતનો આશ્રય લે છે. જંગલી પિક્ચર્સ, ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોના સહયોગથી બનેલી આ ફિલ્મ નવેમ્બર 2025માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેને 2 જાન્યુઆરી 2026ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ 'હક' જોઈને યામીની ફેન બની આલિયા આલિયા ભટ્ટ, કિયારા અડવાણી અને સંજય કપૂર જેવા સેલેબ્સે ફિલ્મની પ્રશંસા કરી હતી. આલિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરી અને પોતાને યામીની ફેન ગણાવી હતી. એક્ટ્રેસે લખ્યું હતું, “ક્વીન યામી ગૌતમ, તમે ‘હક’માં અદ્ભુત છો. તમારા અભિનયમાં સત્યતા, હૃદય અને ક્લાસ સ્પષ્ટપણે દેખાય છે. આ અત્યાર સુધીની મારી સૌથી પ્રિય મહિલા પરફોર્મન્સમાંથી એક છે. મેં ફોન પર પણ કહ્યું તેમ, હું તમારી ફેન છું અને તમારા આવનારા કામની આતુરતાથી રાહ જોઈ રહી છું.” યામીએ આલિયાના પ્રોફેશનલિઝ્મના વખાણ કર્યાં આલિયાની આ પોસ્ટ પર યામી ગૌતમે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે આલિયાની સ્ટોરી રી-શેર કરતા લખ્યું હતું કે, 'આટલી શાનદાર એક્ટ્રેસ અને સારી વ્યક્તિ પાસેથી આવા વખાણ મળવા ખૂબ જ ખાસ છે.' યામીએ કહ્યું હતું કે, 'હું આલિયાના કામ અને તેના પ્રોફેશનલ વલણની હંમેશાથી ઇજ્જત કરે છે.' બંને વચ્ચે થયેલી વાતચીતને તેણે દિલથી જોડાયેલી અને સાચી ગણાવી.
Read Original Article →