અવનીત બાદ વિરાટ કોહલીએ જર્મન મૉડલનો ફોટો લાઇક કર્યો:સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ; ક્રિકેટરે અગાઉ અલ્ગોરિધમ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો
વિરાટ કોહલી તેની ક્રિકેટ મેચની સાથે સાથે અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેણે એક્ટ્રેસ અવનીત કૌરનો ફોટો લાઇક કર્યો હતો, હવે ક્રિકેટરે જર્મન મૉડલનો ફોટો લાઇક કર્યો છે. જર્મન મૉડલ લિઝલાઝનો ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યે સ્ક્રીનશોટ શેર કર્યો છે. ફોટોગ્રાફરે સ્ક્રીનશોટ શેર કર્યો અદ્વૈત વૈદ્યે સ્ક્રીનશોટ શેર કરતા દાવો કર્યો છે કે, વિરાટ કોહલીના સત્તાવાર એકાઉન્ટ પરથી લિઝલાઝના એક જૂના ફોટોને લાઇક કરવામાં આવ્યો છે. અદ્વૈતે કેપ્શનમાં લખ્યું, ‘આના પર કેવી રીતે રિએક્ટ કરવું… જ્યારે GOAT વિરાટ કોહલી, તમારી પોસ્ટ લાઇક કરી દે. હું અને લિઝલાઝ હજુ પણ અમારી આંખો ચોળીને જોઈ રહ્યા છીએ કે, આ ખરેખર થઈ રહ્યું છે કે નહીં… હાહા… આભાર GOAT.’ (GOAT એટલે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ) કોણ છે લિઝલાઝ? નોંધનીય છે કે, લિઝલાઝ એક જર્મન-સાઉથ આફ્રિકન મૉડલ, વ્લોગર અને ઇન્ફ્લુએન્સર છે, જે ભારતમાં તેની ટ્રાવેલ કન્ટેન્ટ (જેમ કે 'સમોસા સમોસા' વીડિયો) માટે જાણીતી છે. તેણે 'ફિલ્મીમંત્રા'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલી તેના મનપસંદ ક્રિકેટર છે. યુઝર્સે રમુજી પ્રતિક્રિયાઓ આપી સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના લાઈકવાળો સ્ક્રીનશોટ વાયરલ થતાં જ ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોહલીએ ખરેખર તેને લાઈક કર્યો હતો કે પછી આ કોઈ એલ્ગોરિધમની ભૂલ છે. વિરાટે અવનીતનો ફોટો લાઈક કર્યો હતો નોંધનીય છે કે, ગયા વર્ષે મે-2025માં વિરાટે એક્ટ્રેસ અવનીત કૌરના એક ફોટોને લાઈક કર્યો હતો. જોકે, વિરાટે થોડા સમય પછી તે લાઈક ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે દરમિયાન વિરાટના લાઈકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના કારણે આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. બાદમાં વિરાટે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. વિરાટે અલ્ગોરિધમની ભૂલ ગણાવી હતી વિરાટે કોહલીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફીડ ક્લિયર કરતી વખતે એવું લાગે છે કે, એલ્ગોરિધમે ભૂલથી કોઈ ઇન્ટરેક્શન રજિસ્ટર કરી લીધું છે. આ પાછળ મારો કોઈ ઇરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને બિનજરૂરી વાતો ન બનાવો. સમજવા બદલ આભાર.’
Read Original Article →