કેટરીના કૈફની 'મધરહુડ' ડાયરી:દીકરાની ઝલક શેર કરી, વિહાનનો નાનકડો હાથ જોઈ ફેન્સ થયા આફરીન; વિક્કી કૌશલે પત્ની પર કરી વ્હાલની વર્ષા!

Entertainment5/11/2026, 6:18:50 AM
કેટરીના કૈફની 'મધરહુડ' ડાયરી:દીકરાની ઝલક શેર કરી, વિહાનનો નાનકડો હાથ જોઈ ફેન્સ થયા આફરીન; વિક્કી કૌશલે પત્ની પર કરી વ્હાલની વર્ષા!
બોલિવૂડની 'બાર્બી ગર્લ' કેટરીના કૈફ હાલમાં ફિલ્મી પડદાથી દૂર રહીને પોતાના માતૃત્વનો આનંદ માણી રહી છે. રવિવારે કેટરીનાએ તેના પુત્ર વિહાનના જન્મ પછીનો પ્રથમ મધર્સ ડે ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગને તેના પતિ વિક્કી કૌશલ અને પુત્ર વિહાન દ્વારા આપવામાં આવેલા સરપ્રાઈઝે વધુ યાદગાર બનાવી દીધો હતો. કેટરીનાએ આ સુંદર પળોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર પુત્રનો નાનકડો હાથ જોઈ ફેન્સ આફરીન કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં ફૂલોનો બુકે અને એક સુંદર કાર્ડ જોવા મળી રહ્યું છે. આ કાર્ડ પર વિક્કી કૌશલે લખ્યું છે, "હેપ્પી ફર્સ્ટ મધર્સ ડે માય લવ." જ્યારે બીજી તસવીરમાં કેટરીનાના હાથમાં એક પુસ્તક છે અને બાજુમાં પુત્ર વિહાનનો નાનકડો હાથ દેખાઈ રહ્યો છે. પુત્રના જન્મના સાત મહિના બાદ આ પહેલી ઝલક જોઈને ચાહકો અને સેલેબ્સ ફિદા થઈ ગયા છે. કરીના કપૂર ખાન, શ્વેતા બચ્ચન અને શાનુ શર્મા જેવા કલાકારોએ કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો છે. પુત્રના નામનું 'ઉરી' કનેક્શન વિક્કી કૌશલ અને કેટરીના કૈફે નવેમ્બર 2025માં તેના પુત્રનું સ્વાગત કર્યું હતું. જાન્યુઆરી 2026માં એક પોસ્ટ દ્વારા તેણે પુત્રનું નામ 'વિહાન' જાહેર કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, વિહાન નામનું કનેક્શન વિકીની સુપરહિટ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' સાથે છે, જેમાં વિક્કીના પાત્રનું નામ 'વિહાન' હતું. પોતાની પ્રેગ્નન્સી દરમિયાન કેટરીના લાઈમલાઈટ અને પાપારાઝીથી સંપૂર્ણપણે દૂર રહી હતી. વિક્કી કૌશલની આગામી ફિલ્મો કેટરીના કૈફ હાલ મધરહુડ એન્જોય કરી રહી છે, જ્યારે વિક્કી કૌશલ તેના કામમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ જાન્યુઆરી 2027માં રિલીઝ થવાની શક્યતા છે.
Read Original Article →