વરુણ, મૃણાલ અને પૂજાએ અમદાવાદમાં ગુજરાતી થાળીની જ્યાફત માણી:'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ના પ્રમોશનમાં NGOના બાળકો સાથે સમય વિતાવ્યો
રમુજી અંદાજ, એનર્જેટિક ડાન્સ અને દમદાર એક્ટિંગ માટે જાણીતો વરુણ ધવન આજે અમદાવાદનો મહેમાન બન્યો છે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી 'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ના પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટ વરુણ ધવન, મૃણાલ ઠાકુર, પૂજા હેગડે તથા પ્રોડ્યુસર રમેશ તૌરાની અમદાવાદ પહોંચ્યા હતા. બાળકો સાથે માણ્યો અસલ ગુજરાતી થાળીનો સ્વાદ તેઓ ગુજરાતના સ્વાદને માણવા માટે 'પકવાન ડાઇનિંગ હોલ' ખાતે પહોંચ્યા હતા. કલાકારોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે જોવા મળી, જ્યારે ફિલ્મના કલાકારોએ સ્ટારડમ બાજુ પર મૂકીને સામાજિક સદભાવનાનો પરિચય આપ્યો. આ ખાસ પ્રસંગે 'ચાંદની ફાઉન્ડેશન' NGOના ભોળા ભૂલકાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. વરુણ, મૃણાલ અને પૂજાએ બાળકો સાથે આત્મીયતાથી વાતો કરી અને સમય વિતાવ્યો. સ્ટાર્સે બાળકોની સાથે ગુજરાતી વાનગીઓની જ્યાફત માણી હતી. બોલિવૂડ સ્ટાર્સની સાથે જમતાં સમયે બાળકોના ચહેરા પર પણ આનંદની લહેર જોવા મળી. મૃણાલ-પૂજાએ ગુજરાતી આતિથ્ય સત્કારને વખાણ્યો ફિલ્મની લીડ એક્ટ્રેસિસ મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેએ ગુજરાતી આતિથ્ય સત્કાર અને બાળકો સાથે વિતાવેલી આ સુંદર ક્ષણો બદલ અમદાવાદના લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બંનેએ જણાવ્યું કે, ગુજરાત આવીને જે પ્રેમ અને સન્માન મળે છે, તે ખરેખર અદ્ભુત અને હૃદયસ્પર્શી છે. ભોજનના સ્વાદ અને બાળકો સાથેની મસ્તી બાદ કલાકારો અને પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ ફિલ્મ વિશે દિલ ખોલીને વાતો કરી. તેમણે જણાવ્યું કે, આ એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે, જે આજની યુવા પેઢી, પ્રેમ અને સંબંધોના તાણાવાણા પર આધારિત છે.
Read Original Article →