રક્ષાબંધનના દિવસે થિયેટર્સમાં ‘અસંભાવઉઉઉ’ ધમાલ!:વૈશલ-આનંદની નવી ફિલ્મનું ઈન્ટ્રસ્ટિંગ ટાઈટલ રિવીલ; મિત્ર, રોનક અને તત્સતની સુપરહીટ જોડી દેખાશે
ગુજરાતી સિનેમામાં અવનવા પ્રયોગો કરવા માટે જાણીતા પ્રોડ્યુસર વૈશલ શાહ અને આનંદ પંડિત ફરી એકવાર પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મનું ટાઈટલ એક ખૂબ જ અનોખા અને ક્રિએટિવ વીડિયો દ્વારા રિવીલ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ પણ એટલું ફની અને ઈન્ટ્રસ્ટિંગ છે: ‘અસંભાવઉઉઉ’ સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકારોની એક મજબૂત ટીમ જોવા મળશે, જેમાં મિત્ર ગઢવી, રોનક કામદાર, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ જેવા નામ સામેલ છે. આ ફિલ્મનું ડિરેક્શન પાર્થ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. આ સુપરહિટ સ્ટાર કાસ્ટની જોડી પડદા પર મનોરંજનનો 'ઓવરડોઝ' લાવવા માટે સજ્જ છે. અનોખું પોસ્ટર અને ટાઈટલ ફિલ્મના ટાઈટલ રિવીલ સાથે જે પોસ્ટર શેર કરવામાં આવ્યું છે તેમાં એક ક્યૂટ ગોલ્ડન રિટ્રીવર ડોગ જોવા મળે છે, જેની આંખો જોઈને લાગે છે કે ફિલ્મમાં કંઈક ખૂબ જ ફની અને અનોખું થવાનું છે. ટાઈટલ પાછળ 'ભાઉઉઉ' (ભસવાનો અવાજ) ઉમેરીને ફિલ્મને પાલતુ પ્રાણીઓ સાથે સાંકળવામાં આવી હોય તેવું જણાય છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આ ફિલ્મ થિએટર્સમાં ધૂમ મચાવશે. મેકર્સે જાહેરાત કરી છે કે 'અસંભાવઉઉઉ' 28 ઓગસ્ટના રોજ મોટા પડદે રિલીઝ થશે.
Read Original Article →