FIR ફેમ વિપુલ રોયના ઘરમાંથી લાખોની ચોરી:ઓનલાઇન એપ મારફત આવેલી નોકરાણીએ પોતું મારવાના બહાને હાથફેરો કર્યો; પોલીસ તપાસ શરૂ

Entertainment4/22/2026, 10:35:18 AM
FIR ફેમ વિપુલ રોયના ઘરમાંથી લાખોની ચોરી:ઓનલાઇન એપ મારફત આવેલી નોકરાણીએ પોતું મારવાના બહાને હાથફેરો કર્યો; પોલીસ તપાસ શરૂ
ટીવીના લોકપ્રિય શો FIR માં જોવા મળેલા એક્ટર વિપુલ રોયના ઘરે ચોરી થઈ છે. એક્ટરે 21 એપ્રિલે નજીકના પોલીસ સ્ટેશનમાં તેની નોકરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. ઓનલાઇન એપથી હાઉસહેલ્પ બોલાવી હતી વિપુલે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 6 એપ્રિલની છે. એક્ટર વિપુલ રોય પત્ની અને દીકરી સાથે મુંબઈના ખાર વેસ્ટમાં આવેલા એસવી રોડની કલાનિકેતન સોસાયટીમાં રહે છે. તેનો ફ્લેટ 10મા માળે છે, જેનો નંબર 1001 છે. તે ફુલ ટાઈમ નોકર રાખવાને બદલે ઓનલાઈન સર્વિસ એપથી કામ પડ્યે હાઉસહેલ્પ બોલાવતા રહે છે. તેણે 6 એપ્રિલે પણ અર્બન કંપનીમાંથી દીપાલી સંય ખારવા નામની એક હાઉસહેલ્પને બોલાવી હતી, જેની ઉંમર આશરે 35 વર્ષ હતી. તેને સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. તે પહેલા પણ ઘણી વખત એક્ટરના ઘરની સફાઈ કરવા આવી ચૂકી હતી. તેને ઘરના દરેક સામાનની સાચી જગ્યા, ઘરના સભ્યોનો રૂટિન અને રૂમની જાણકારી હતી. પોતું મારવાના બહાને હાથ ફેરો કરી નાખ્યો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 6 એપ્રિલે સવારે 9 વાગીને 45 મિનિટે દીપાલીએ બેડરૂમમાં પોતું કર્યું હતું. જેવો વિપુલ રૂમમાં આવવાનો હતો, તેણે રોકીને કહ્યું કે, પોતું કરવાથી ફ્લોર ખૂબ ભીનો છે, તેથી ગંદા પગે તે રૂમમાં ન આવે. થોડી જ વાર પછી તેણે રૂમ અંદરથી બંધ કરી લીધો. લગભગ 15 મિનિટ પછી તે બહાર આવી અને થોડી વાર પછી કામ પતાવીને નીકળી ગઈ. તે જ રાત્રે જ્યારે વિપુલ રોયે કબાટ ખોલ્યો, તો જોયું કે તેમની પત્નીના ઘરેણાં, રોકડ અને વિદેશી ચલણની બધી નોટો ગાયબ હતી. સોનાના દાગીના, વિદેશી ચલણની ચોરી એક્ટરે જણાવ્યું છે કે, તેના કબાટમાં 30 અમેરિકી ડોલર, 7 હજાર યુએઈ દિરહામ, 14500 થાઈ બાહ્ટ અને 6 લાખ રૂપિયા રોકડા હતા. આ ઉપરાંત તેના કબાટમાં એક ચાંદીનું કડું અને બે સોનાની વીંટી હતી. ચોરાયેલા સામાનની કુલ કિંમત 7 લાખ 10 લાખ રૂપિયા હતી. ફરિયાદમાં તેણે અર્બન કંપનીમાંથી આવેલી નોકરાણી દીપાલી પર આરોપ લગાવ્યા છે. ઘટનાના તરત જ બાદ તે વિદેશ ચાલ્યો ગયો હતો, જેના કારણે હવે તેણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ મળ્યા બાદ ઓનલાઈન વિગતો કાઢવા ઉપરાંત કંપનીનો પણ સંપર્ક કર્યો છે. નોંધનીય છે કે, એક્ટર વિપુલ રોયને ટીવી શો FIRથી ખ્યાતિ મળી હતી. તેણે શોમાં ભોલા પંડિતનો રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત તે 'ચેહરા', 'ડોક્ટર મધુમતી ઓન ડ્યુટી' જેવા શોમાં પણ જોવા મળી ચૂક્યો છે.
Read Original Article →