ત્રિશાએ થલાપતિ વિજય સાથેના સંબંધ પર મહોર મારી?:ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું, 'પ્રેમ બધું જ નથી હોતો, પણ પ્રેમ વિના બધું નકામું'; સાઉથસ્ટાર છૂટાછેડાને લઈ ચર્ચામાં
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન ફરી એકવાર ચર્ચામાં છે. બંનેના કથિત સંબંધોની અફવાઓ વચ્ચે ત્રિશાની એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, જેણે ચાહકોમાં નવી ચર્ચા જગાવી છે. ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને આત્મ-સન્માન સાથે જોડાયેલો એક મેસેજ શેર કર્યો, જેમાં લખ્યું હતું કે, 'પ્રેમ બધું જ નથી હોતો, પરંતુ પ્રેમ વિના બધું નકામું છે.' આ પોસ્ટને તેમના અંગત જીવન સાથે જોડીને જોવામાં આવી રહી છે. ખરેખર, આ પોસ્ટ એવા સમયે સામે આવી છે, જ્યારે વિજય અને તેમની પત્ની સંગીતા સોરનલિંગમના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, સંગીતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને સંબંધોમાં તિરાડ અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન વિજય અને ત્રિશા તાજેતરમાં ચેન્નઈમાં એક હાઈ-પ્રોફાઈલ લગ્નમાં સાથે જોવા મળ્યા હતાં. બંનેની સાથે એન્ટ્રી અને હાજરીએ અફવાઓને વધુ વેગ આપ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો પછી ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે, બંને વચ્ચે માત્ર મિત્રતાથી કંઈક વિશેષ છે. જોકે, આ સમાચારો પર અત્યાર સુધી ન તો વિજય કે ન તો ત્રિશાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. હાલમાં, ત્રિશાની આ પોસ્ટ અને વિજય સાથે તેમની તાજેતરની હાજરી, બંને સોશિયલ મીડિયા પર ચર્ચાનો મોટો વિષય બન્યા છે. ચાહકો હવે આ સમગ્ર મામલે બંને સ્ટાર્સની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. ત્રિશા કૃષ્ણન અને થલપતિ વિજયે આ ફિલ્મોમાં સાથે કામ કર્યું, ફરી ચર્ચામાં આવી જોડી ત્રિશા કૃષ્ણન અને થલપતિ વિજયે તમિલ સિનેમાની ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં ‘ઘિલી’ (2004), ‘થિરુપાચી’ (2005), ‘આથી’ (2006) અને ‘કુરુવી’ (2008)નો સમાવેશ થાય છે. બંનેની ઓન-સ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, ત્યારબાદ તેમના ઓફ-સ્ક્રીન સંબંધોને લઈને પણ અફવાઓ તેજ બની હતી. જોકે તે સમયે બંને કલાકારોએ આ ચર્ચાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, તેઓ માત્ર સારા મિત્રો છે. વર્ષો પછી બંને ‘લિયો’ (2023)માં ફરી સાથે જોવા મળ્યા, જેના કારણે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું અને તેમની જોડી ફરી ચર્ચાનો વિષય બની ગઈ.
Read Original Article →