વિજયને કમલ હાસન અને પ્રકાશ રાજે અભિનંદન પાઠવ્યા:અભિનેત્રી તૃષા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી, થલાપતિની માતા અને બહેનને ભેટી

Entertainment5/10/2026, 9:18:53 AM
વિજયને કમલ હાસન અને પ્રકાશ રાજે અભિનંદન પાઠવ્યા:અભિનેત્રી તૃષા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી, થલાપતિની માતા અને બહેનને ભેટી
અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે રવિવારે તમિલનાડુના 9મા મુખ્યમંત્રી પદના શપથ લીધા. ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં રાહુલ ગાંધી અને ત્રિશા સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વિજયે સીએમ પદના શપથ લીધા બાદ સાઉથ સુપરસ્ટાર કમલ હાસન અને અભિનેતા પ્રકાશ રાજે તેમને અભિનંદન પાઠવ્યા. કમલ હાસને કહ્યું, ‘તમિલગા વેત્રી કડગમના અધ્યક્ષ અને તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી મારા ભાઈ થિરુ વિજયને શુભેચ્છાઓ. આશા છે કે તેમના નેતૃત્વમાં તમિલનાડુ નવી ઊંચાઈઓ સર કરશે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.’ જ્યારે પ્રકાશ રાજે ટ્વીટ કરીને લખ્યું, ‘મુખ્યમંત્રી વિજયને ખૂબ ખૂબ અભિનંદન. નવી જવાબદારી માટે શુભેચ્છાઓ. આશા છે કે તમારા નેતૃત્વમાં રાજ્ય વધુ પ્રગતિ કરશે.’ ત્રિશાએ વિજયની માતા સાથે મુલાકાત કરી શપથ ગ્રહણ સમારોહમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ પહોંચી હતી. તેણે વિજયના પરિવાર સાથે મુલાકાત કરી અને તેની માતાને ભેટતી જોવા મળી. વિજયે સવારે 10.15 વાગ્યે તમિલમાં શપથ લીધા તમિલગા વેત્રી કડગમ (TVK)ના ચીફ અને અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે રવિવારે સવારે 10.15 વાગ્યે તમિલમાં શપથ લીધા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. થલાપતિ વિજય શપથ લેતી વખતે નિર્ધારિત લીટીઓ સિવાય બીજી વાતો બોલવા લાગ્યા. આના પર રાજ્યપાલ અર્લેકરે તેમને રોક્યા અને કહ્યું કે જે લખેલું છે તે જ વાંચો. CM વિજય સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડો. કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી વેંકટરમણન, આર નિર્મલકુમાર, રાજમોહન, ડો. ટીકે પ્રભુ, સેલ્વી એસ કીર્તનાનો સમાવેશ થાય છે. આ બધા વિજયની પાર્ટી TVK ના ધારાસભ્યો છે. સહયોગી પક્ષોના કોઈ ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી. 3 તસવીરોમાં જુઓ આખી ઘટના… વિજયે શપથ દરમિયાન કહ્યું… હું સી. જોસેફ વિજય ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ભારતની એકતા, અખંડિતતા જાળવી રાખીશ અને મારા વિવેક અનુસાર કર્તવ્યો અને કાયદાનું પાલન કરીશ. કોઈનાથી ડરીશ નહીં અને ન તો એકતરફી આદેશ માનીશ. હું ન્યાય કરીશ, બધા લોકો સાથે ન્યાય કરીશ. શપથ દરમિયાન CM વિજયની 4 તસવીરો… શનિવારે વિજય ચોથી વાર રાજ્યપાલને મળ્યા હતા આ પહેલા શનિવારે વિજયે રાજ્યપાલ અર્લેકરને TVK, કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUMLના ધારાસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVKએ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 234માંથી 108 બેઠકો જીતી. તમિલનાડુમાં 1967 પછી પહેલીવાર બિન-દ્રવિડ પક્ષ (DMK અથવા AIADMK)ના મુખ્યમંત્રી બન્યા છે.
Read Original Article →