ફિલ્મો બાદ વિજય હવે તમિલનાડુનો 'થલાપતિ':સુપરસ્ટારની જીત પર બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા; પહેલી જ ચૂંટણીમાં બહુમતીની નજીક

Entertainment5/4/2026, 10:47:52 AM
ફિલ્મો બાદ વિજય હવે તમિલનાડુનો 'થલાપતિ':સુપરસ્ટારની જીત પર બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા; પહેલી જ ચૂંટણીમાં બહુમતીની નજીક
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો અને વલણોમાં સાઉથસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) તેની પ્રથમ ચૂંટણીમાં જ 110 બેઠકો પર આગળ વધીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જીત પર બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ વિજયને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડ સેલેબ્સે અભિનંદન પાઠવ્યા બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફે લખ્યું, 'વિજય સરને ખૂબ ખૂબ અભિનંદન. લોકોનો તમારા પરનો આ વિશ્વાસ જોવો અદ્ભુત છે. તમારા આ નવા અધ્યાય માટે તમને વધુ શક્તિ મળે.' જ્યારે, તેલુગુ સ્ટાર નાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'પહેલા લોકોએ શંકા કરી અને હવે તાજ પહેરાવ્યો. અંડરડોગની જીત હંમેશા 'એબ્સોલ્યુટ સિનેમા' જેવી હોય છે. આશા છે કે તમિલનાડુના લોકો માટે હવે સારો સમય આવશે.' એક્ટર નિખિલ સિદ્ધાર્થે વિજય સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે, 'સિનેમા ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવીને રાજકારણમાં આટલી મોટી છાપ છોડવી એક ઐતિહાસિક સિદ્ધિ છે.' જ્યારે ફિલ્મમેકર વેંકટ પ્રભુએ વિજયને 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' (GOAT) ગણાવ્યો છે. મલયાલમ એક્ટર અજુ વર્ગીસે લખ્યું કે, 'નસીબ પણ બહાદુર લોકોનો સાથ આપે છે.' એક્ટર સિબી સત્યરાજે પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, 'બ્લાસ્ટુ! બ્લાસ્ટુ! હવે બધું સારું થશે.' પહેલી જ ચૂંટણીમાં બહુમતીની નજીક વિજયની પાર્ટી TVK એ પોતાની પહેલી જ ચૂંટણી લડતમાં 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ચૂંટણી પંચના વલણો અનુસાર, પાર્ટી 110 બેઠકો પર આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં સરકાર બનાવવા માટે 117 બેઠકોની જરૂર પડે છે અને વિજયની પાર્ટી આ જાદુઈ આંકડાની ઘણી નજીક છે. ખાસ વાત એ છે કે, TVK રાજ્યમાં સૌથી વધુ વોટ શેર ધરાવતી પાર્ટી પણ બની ગઈ છે. કોઈ નવી પાર્ટી માટે આ પ્રદર્શન ઘણું મોટું માનવામાં આવી રહ્યું છે. 33 વર્ષની કારકિર્દી બાદ રાજકીય અખાડામાં ઝંપલાવ્યું થલાપતિ વિજયે વર્ષ 2024ની શરૂઆતમાં પોતાની પાર્ટી TVKની રચનાની જાહેરાત કરી હતી. તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે હવે સંપૂર્ણપણે રાજકારણમાં ઉતરશે અને પોતાની એક્ટિંગ કારકિર્દીને અલવિદા કહી દેશે. વિજયની પાર્ટીએ રાજ્યમાં 'બદલાવ' અને 'ભ્રષ્ટાચાર મુક્ત શાસન'નો નારો આપ્યો હતો, જેને જનતાનો ભારે સમર્થન મળ્યું. તમિલનાડુના રાજકારણમાં દાયકાઓથી દ્રવિડ પાર્ટીઓ (DMK અને AIADMK)નું વર્ચસ્વ રહ્યું છે, જેને વિજયે કડક પડકાર આપ્યો છે. છેલ્લી ફિલ્મ 'જન નાયકન'ના ઓડિયો લોન્ચ પર સંન્યાસની જાહેરાત કરી હતી સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગ કરિયરમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. તેણે 33 વર્ષના લાંબા ફિલ્મી કરિયર પછી ફિલ્મોને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. 'જન નાયકન' ફિલ્મ બાદ હવે વિજય સંપૂર્ણપણે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) પર ધ્યાન આપશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →