તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં રજનીકાંત-કમલ હાસને મતદાન કર્યું:2 બેઠકો પર ચૂંટણી લડી રહેલા થલાપતિ વિજયે મત આપ્યો; પોલિંગ બુથ પર સેલેબ્સનો જમાવડો
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર અને તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે તમિલનાડુના ચેન્નાઈમાં રજનીકાંત, કમલ હાસન, ધનુષ સહિત અનેક સેલેબ્સે મતદાન કર્યું. સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK), તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર એકલા ચૂંટણી લડી રહી છે. વિજય પોતે પેરમ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વમાંથી ચૂંટણી લડવા માટેના ઉમેદવાર છે. જુઓ મતદાન કરવા પહોંચેલા સેલેબ્સની ઝલક- વિજય સેતુપતિ બોલ્યા- ‘કૃપા કરીને આવીને વોટ આપો’ ચેન્નઈમાં વોટ આપ્યા પછી 'મહારાજા' ફેમ સાઉથ એક્ટર વિજય સેતુપતિએ મીડિયા સાથે વાતચીતમાં જનતાને ઉત્સાહભેર વોટ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘કૃપા કરીને, આવો અને વોટ આપો, આ આપણી સૌથી મોટી જવાબદારી છે.’ વિક્રમ પ્રભુએ યુવાનોને મતદાન કરવા અપીલ કરી એક્ટર વિક્રમ પ્રભુએ મતદાન કર્યા પછી લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, 'મતદાન કરવું દરેક નાગરિકની જવાબદારી છે અને દરેકે તેમાં ભાગ લેવો જોઈએ.' વિક્રમ પ્રભુએ કહ્યું કે, 'યુવાનો વચ્ચે રાજકારણ અંગે ચર્ચા વધવી સકારાત્મક સંકેત છે. એ જરૂરી છે કે યુવાનો દેશના ભવિષ્ય વિશે વિચારે અને સમજે કે તેમને કેવા પ્રકારનો દેશ જોઈએ છે.' તેમણે આશા વ્યક્ત કરી કે આનાથી યુવાનોમાં જાગૃતિ વધશે અને તેઓ જવાબદાર નિર્ણયો લેવા માટે પ્રેરિત થશે.
Read Original Article →