તમિલ એક્ટ્રેસ સુભાષિની સુબ્રમણ્યમનો મૃતદેહ મળ્યો:મૃત્યુ પહેલાં કોલ પર પતિ સાથે ઝઘડો થયો હતો, બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન

Entertainment4/7/2026, 7:19:03 AM
તમિલ એક્ટ્રેસ સુભાષિની સુબ્રમણ્યમનો મૃતદેહ મળ્યો:મૃત્યુ પહેલાં કોલ પર પતિ સાથે ઝઘડો થયો હતો, બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન
સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ સુભાષિની સુબ્રમણ્યમનો મૃતદેહ તેમના ચેન્નઈ સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળ્યો છે. 36 વર્ષીય એક્ટ્રેસ ડિપ્રેશનમાં હતી. રિપોર્ટ્સ અનુસાર, મોત પહેલાં જ તેમનો પતિ સાથે વીડિયો કૉલ પર ઝઘડો થયો હતો. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, સુભાષિની ચેન્નઈના ઇયપ્પનથંગલ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી, જ્યાંથી તેનો મૃતદેહ મળ્યો છે. તેણે 2 વર્ષ પહેલાં 2024માં બિપિન ચંદ્રન સાથે લગ્ન કર્યા હતા. થોડા સમયથી બંને અલગ રહેતા હતા. 6 એપ્રિલે મૃત્યુ પામતા પહેલાં તેણે પતિ બિપિનને વીડિયો કૉલ કર્યો હતો, જેમાં બંનેનો ઝઘડો થયો હતો. પોલીસ તપાસ મુજબ, ઝઘડા પછી જ સુભાષિનીએ આત્મહત્યા કરી છે, જોકે અત્યાર સુધી મોતનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. શબ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. સુભાષિની સુબ્રમણ્યમ શ્રીલંકાના રહેવાસી હતા. તે તમિલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યા બાદ ચેન્નઈ આવીને વસી ગયા હતા. વર્ષ 2012માં ફિલ્મ ઇની અવનથી કરિયરની શરૂઆત કર્યા બાદ તેઓ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમને સૌથી વધુ ઓળખ ટીવી શો કાયલમાં દીપિકાનું પાત્ર ભજવવા પર મળી હતી. આ ઉપરાંત તેઓ ઇલ્લામ મેલા ઇરુકુરવન પાથુપ્પન અને વેબ જેવી ઘણી ફિલ્મોનો ભાગ રહ્યા છે. એક્ટ્રસના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 4.5 લાખ ફોલોઅર્સ છે. તેમણે 2 દિવસ પહેલા છેલ્લી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જીવનના સારનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર પતિ બિબિન સાથે તસવીરો પણ પોસ્ટ કરતા હતા.
Read Original Article →