'પેદ્દી'ના પ્રમોશનમાં રામચરણે ભાંગરો વાટ્યો:જસપ્રીત બુમરાહને ફૂટબોલર ગણાવી દીધો, વીડિયો વાયરલ થતાં સાઉથ સ્ટારે ક્રિકેટરની માફી માંગી
સાઉથ સ્ટાર રામચરણ તેમની આગામી ફિલ્મ 'પેદ્દી'ના મ્યુઝિક લોન્ચ માટે ભોપાલ પહોંચ્યો હતો. આ ઇવેન્ટમાં તેની સાથે એઆર રહેમાન અને જાહ્નવી કપૂર પણ હાજર હતાં. વાતચીત દરમિયાન રામચરણે ભારતીય ક્રિકેટરોની પ્રશંસા કરી, પરંતુ ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેનાથી એક ભૂલ થઈ ગઈ. તેણે ક્રિકેટને બદલે ભૂલથી ફૂટબોલ સાથે જોડી દીધું. તેનો વીડિયો સામે આવ્યા પછી રામચરણે તરત જ બુમરાહની માફી માંગી અને તેને ભીડ વચ્ચે થયેલા ઉત્સાહમાં થયેલી ભૂલ ગણાવી છે. તે જ સમયે, કાર્યક્રમ દરમિયાન તેણે મધ્યપ્રદેશને બિહાર કહીને સંબોધિત કર્યું. જ્યારે તે સ્ટેજ પરથી જનતાને સંબોધિત કરી રહ્યો હતો, ત્યારે તેણે કહ્યું કે, "અમારા, બિહારના લોકોને, બિહારના લોકો, તમે મારી સાથે છો ને?" ક્રિકેટરોને કહ્યા લેજન્ડ અને ફાયર
ભોપાલમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રામચરણને ભારતીય ક્રિકેટરો વિશે થોડા શબ્દોમાં જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે સચિન તેંડુલકરની કારકિર્દીને 'લાંબી અને મહાન સફર' ગણાવી. મહેન્દ્ર સિંહ ધોનીને 'શાંત અને કૂલ' કહ્યા, જ્યારે રોહિત શર્માને 'દરેકનો મનપસંદ વ્યક્તિ' ગણાવ્યા. વિરાટ કોહલીનું નામ સામે આવતા તેણે માત્ર એક શબ્દ 'ફાયર' કહ્યો. માફી માંગી, પોતાને ભૂલકણો ગણાવ્યો
વીડિયો સામે આવ્યા બાદ રામચરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને બુમરાહની માફી માંગી. તેણે લખ્યું, "ઉફ્ફ... હું ક્યારેક નામોને લઈને વસ્તુઓ ભૂલી જાઉં છું. આ ગડબડ માટે જસપ્રીત બુમરાહજીની માફી માંગુ છું. આટલા ઉત્સાહ અને ભારે ભીડ વચ્ચે આ માત્ર એક માનવીય ભૂલ હતી." રામચરણે આગળ લખ્યું કે, તે બુમરાહનું ખૂબ સન્માન કરે છે અને તેની રમતની પ્રશંસા કરે છે. જોકે, રામચરણની આ ભૂલ પછી તેના ઘણા ચાહકો તેને સપોર્ટ કરતા જોવા મળ્યા. એક યુઝરે લખ્યું કે “રામચરણે બુમરાહને ફૂટબોલના લેજન્ડ બનાવી દીધા. પણ મને ગમ્યું કે તેમણે આ વાત કેટલા આત્મવિશ્વાસથી કહી.” ફિલ્મ 'પેદ્દી' વિશે જાણો
ફિલ્મ 'પેદ્દી' એક મોટી પાન-ઇન્ડિયા ફિલ્મ છે, જેની સ્ટારકાસ્ટ ભોપાલમાં તેના સંગીતને પ્રમોટ કરવા આવી હતી. આ ફિલ્મમાં રામચરણ સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સંગીત ઓસ્કર વિજેતા એઆર રહેમાને તૈયાર કર્યું છે. રામચરણની છેલ્લી ફિલ્મ 'RRR'ની સફળતા પછી ઉત્તર ભારતમાં પણ તેની ફિલ્મો પ્રત્યે દર્શકોમાં ઘણી રુચિ રહે છે. આ ફિલ્મ 4 જૂને રિલીઝ થશે.
Read Original Article →