વૈભવ સૂર્યવંશી પર કંગના ફિદા, કહ્યું -'વર્લ્ડ કપ લઈને આવો':સૌરવ ગાંગુલીએ કહ્યું- સંભાળીને રમવું પડશે, બહાર પરિસ્થિતિઓ ઘણી અલગ હશે

Sports6/9/2026, 5:46:55 AM
વૈભવ સૂર્યવંશી પર કંગના ફિદા, કહ્યું -'વર્લ્ડ કપ લઈને આવો':સૌરવ ગાંગુલીએ કહ્યું- સંભાળીને રમવું પડશે, બહાર પરિસ્થિતિઓ ઘણી અલગ હશે
ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થયા બાદ દુનિયાભરમાંથી પ્રશંસા મળી રહી છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે પણ ખૂબ વખાણ કર્યા. તેણે વૈભવ પાસે વર્લ્ડ કપની ડિમાન્ડ કરી. કંગનાએ કહ્યું કે, ‘મારી પાસે ક્રિકેટ જોવાનો સમય નથી હોતો, પરંતુ હું ક્રિકેટમાં આ યુવાનને શુભેચ્છાઓ આપું છું. તે પણ સચિન અને વિરાટની જેમ સારું પ્રદર્શન કરે. તેના પર દબાણ નથી, પણ વર્લ્ડ કપ લઈને આવો યાર.’ વૈભવ સૂર્યવંશીને તેના હાલ પર છોડી દેવો જોઈએ બીજી તરફ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત માટે ડેબ્યૂની તૈયારી કરી રહેલા સ્ટાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી વિશે કહ્યું કે, ‘મારું માનવું છે કે આપણે તેને તેના હાલ પર છોડી દેવો જોઈએ. તે હજુ માત્ર 15 વર્ષનો છે અને મને નથી લાગતું કે તે દબાણની વધુ પરવા કરશે. આઈપીએલમાં પણ આપણે આ જ જોયું છે.’ વૈભવને સંભાળીને રમવું પડશે ગાંગુલીએ આગળ કહ્યું કે, ‘ચોક્કસપણે ભારત માટે રમવું એ અલગ વાત છે. તે એવી ટૂર પર જશે, જ્યાં વિકેટ થોડી અલગ હશે. ત્યાં બોલ વધુ હલચલ કરશે, ઉછાળ વધુ હશે અને નવા બોલથી વધુ મૂવમેન્ટ મળશે. તેથી રમત થોડી અલગ હશે, પરંતુ મને લાગે છે કે તેનામાં અપાર પ્રતિભા છે. તેથી તેને સમય આપો. વૈભવ સૂર્યવંશીનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થયું બિહારના વૈભવ સૂર્યવંશીનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થઈ ગયું છે. તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદ કરાયેલા અત્યાર સુધીના સૌથી યુવા ખેલાડી બની ગયા છે. તેમણે સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પુરુષ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર 16 વર્ષ, 194 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ થયા હતા. જ્યારે, વૈભવ 15 વર્ષ 71 દિવસમાં પસંદ થયા છે. વૈભવને જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝની સાથે-સાથે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યા છે. IPLમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPL ફાઇનલમાં 15 વર્ષના વૈભવે જીત્યા હતા 5 એવોર્ડ IPL ફાઇનલમાં 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ પોતાના નામે કર્યા છે. વૈભવને સૌથી વધુ રન બનાવવા બદલ ઓરેન્જ કેપ સાથે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને મોસ્ટ સિક્સિસનો પણ ખિતાબ મળ્યો છે. આ પુરસ્કારો દ્વારા તેણે કુલ 45 લાખ રૂપિયાની ઇનામી રકમ મેળવી, જ્યારે સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન બનવા પર તેને ટાટા સિયેરા કાર પણ પુરસ્કારમાં મળી. ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા વૈભવ વૈભવને ઓરેન્જ કેપ મળ્યો છે. તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 15 વર્ષ અને 65 દિવસની ઉંમરે આ સિદ્ધિ પોતાના નામે કરી છે. 16 મેચોમાં તેણે 776 રન બનાવ્યા છે, જે આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન છે. આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી પણ પોતાના નામે કરી છે. વૈભવે સાઈ સુદર્શનનો રેકોર્ડ તોડી દીધો છે. સાઈ સુદર્શન IPL 2025માં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે આ સિદ્ધિ 23 વર્ષ અને 237 દિવસની ઉંમરે હાંસલ કરી હતી.
Read Original Article →